કે-9 વજ્ર હોવિત્ઝર ટૅન્કમાં મજબૂત ભારત નજર આવ્યું: રાજનાથ સિંહ

17 January, 2020 11:33 AM IST  |  Surat

કે-9 વજ્ર હોવિત્ઝર ટૅન્કમાં મજબૂત ભારત નજર આવ્યું: રાજનાથ સિંહ

વજ્ર 2 ટૅન્કનું સ્વાગત

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ એલ ઍન્ડ ટી હજીરા ખાતે પહોંચ્યા હતા અને ૫૧મી કે-૯ વજ્ર હોવિત્ઝર ગન (ટૅન્ક) રાષ્ટ્રને અર્પણ કરી હતી. દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પ્રાઇવેટ સેક્ટરમાં આર્મ્ડ સિસ્ટમ્સ કૉમ્પલેક્સ નવા ભારતના નવા વિચારનું એક સશક્ત ઉદાહરણ છે. મેક ઇન ઇન્ડિયાએ હવે એક વાસ્તવિક આકાર લેવાનું શરૂ કરી દીધું છે.

ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર આગળ વધી રહ્યું છે. આઝાદ ભારતમાં ઘણાં વર્ષો બાદ ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગમાં પ્રાઇવેટ સેક્ટર અંતર્ગત એક પરિણામ હાંસલ કર્યું છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે દક્ષિણ ગુજરાતના હજીરાના લાર્સન ઍન્ડ ટુબ્રો આર્મ્ડ સિસ્ટમ કૉમ્પ્લેક્સમાં કે-૯ વજ્ર-2 ટૅન્કને લીલી ઝંડી આપી હતી. ત્યાર બાદ સંરક્ષણપ્રધાને ટૅન્કના સંચાલકની બેઠકમાં બેસીને કામગીરી નિહાળી હતી. (તસવીરઃ પીટીઆઇ)

પહેલાં પ્રાઇવેટ સેક્ટર પર કોઈએ વિચાર્યું નહોતું. વિચાર્યું હોય તો એને અનુમતિ અને પ્રોત્સાહન મળ્યાં નહોતાં, જેથી ઇન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ભૂતકાળમાં પોતાના કામ પ્રમાણે પ્રોસેસ ન કરી શકી અને દેશ ઇમ્પોર્ટેડ આર્મ્ડ પર સતત આગળ વધતી ગઈ. હવે સરકારે આ અંગે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કામ કર્યું છે. ભારતને હવે ડિફેન્સ સેક્ટર તરીકે વિકસાવીશું.

કે-૯ વજ્ર હોવિત્ઝર ગન દ્વારા ૪૭ કિલોના ગોળાને ૪૩ કિલોમીટર દૂર સુધી ફાયર કરી શકાશે. ગોળાને લક્ષ્યથી ૧૦ મીટર સુધી વાળી શકાશે. ૫૦ ટન વજનની એક ગન ૭૦ કિલોમીટરની સ્પીડે ગતિ કરી શકે છે.

gujarat surat rajnath singh