સુરતઃ હવેથી જાહેરમાં નહીં મનાવી શકાય જન્મદિવસ, કમિશ્રરનું જાહેરનામું

14 May, 2019 02:28 PM IST  |  સુરત

સુરતઃ હવેથી જાહેરમાં નહીં મનાવી શકાય જન્મદિવસ, કમિશ્રરનું જાહેરનામું

સુરતઃ હવેથી જાહેરમાં નહીં મનાવી શકાય જન્મદિવસ

શહેરના નાગરિકો તરફથી મળેલી રજૂઆત અને મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ સુરત પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હવેથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં કરી શકાય.

સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આદેશ આપવામાં આવ્યો છે કે શહેરની હદમાં રાત્રીના સમયે જાહેર બાગ, બગીચા, રોડ કે રસ્તા, BRTS કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ જન્મદિવસની ઉજવણી નહીં થઈ શકે.

આ પણ વાંચોઃ સુરત: દીકરીને કચરાપેટીમાં ફેંકનાર સુરતની નિષ્ઠુર મમ્મીની મધર્સ ડેના દિવસે જ ધરપકડ

સુરતમાં જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે, જાહેર સંપત્તિને નુકસાન થાય, એકબીજાના શરીર પર સેલોટેપ લગાવી, માર મારવાની સહિતની ઘટના  સામે આવે છે. જે બાદ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

surat gujarat