સુરત: દીકરીને કચરાપેટીમાં ફેંકનાર સુરતની નિષ્ઠુર મમ્મીની મધર્સ ડેના દિવસે જ ધરપકડ

Published: May 13, 2019, 07:56 IST | (જી.એન.એસ.) | સુરત

સુરતની માએ દોઢ માસ અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ જાણે બાળકીની માતાને શું મજબૂરી હશે તે પોતાની નવજાત બાળકીને કચરાપેટીમાં ફેંકી ફરાર થઈ ગઈ હતી.

પ્રતાકાત્મક તસવીર
પ્રતાકાત્મક તસવીર

કાલે મધર્સ ડે હતો. કાલે મધર્સ ડેને લઈને માતાઓના અનેક અહેવાલો સામે આવી રહ્યા હતા ત્યારે સુરતમાં એક નિષ્ઠુર માની કહાણી સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે સુરતમાં વરાછાની નિષ્ઠુર માની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ માની પૂછપરછ કરી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતની માએ દોઢ માસ અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ જાણે બાળકીની માતાને શું મજબૂરી હશે તે પોતાની નવજાત બાળકીને કચરાપેટીમાં ફેંકી ફરાર થઈ ગઈ હતી. કમનસીબે કચરાપેટીમાંથી મળેલી બાળકીનું મોત થયું હતું, પરંતુ આજે અંતે માતૃ દિવસે પોલીસને બાતમીના આધારે માની ધરપકડ કરી લીધી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં દોઢ મહિના પહેલાં એક બાળકીને કચરાપેટીમાં ત્યજી દેતાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને નિષ્ઠુર મા વિરુદ્ધ વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસને આજે બાળકીને તરછોડી ગયેલી માની બાતમી મળતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આજે મધર્સ ડેના દિવસે નિષ્ઠુર માની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Happy Mothers Day :તમારા જાણીતા ગુજરાતી સેલિબ્રિટી તેમની માતા સાથે

અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલાં બાળકીને ત્યજી દેતાં તે મોતને ભેટતાં નિષ્ઠુર માતા વિરુદ્ધ ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK