સુરત મહાનગરપાલિકાનું 6003 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

24 January, 2020 11:14 AM IST  |  Surat

સુરત મહાનગરપાલિકાનું 6003 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

પ્રતીકાત્મક તસવીર

સુરત મહાનગરપાલિકાનું ૬૦૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બજેટ રજૂ કર્યું. બજેટમાં ૨૭૭૫ કરોડના કૅપિટલ કામો રજૂ કરાયાં તેમ જ આગામી વર્ષમાં સુરતમાં નવા ૧૫ બ્રિજ બનાવવાનો ઉલ્લેખ કરાયો છે.

પાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કર્યું હતું. બજેટનું કદ ૬૦૦૩ કરોડનું રાખવામાં આવ્યું છે. ઇલેક્શનનું વર્ષ હોવાથી બજેટમાં મોટા પ્રોજેક્ટ ઓછા છે. વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: આધારકાર્ડને પૅનકાર્ડ સાથે જોડવું ફરજિયાત નથી

પાલિકાએ આગ લાગ્યા બાદ કૂવો ખોદ્યો હોય એમ ફાયર-બ્રિગેડ માટે ગયા વર્ષ કરતાં આ બજેટમાં બમણી જોગવાઈ કરવામાં આવી છે જેમાં ૧૫ નવાં ફાયર સ્ટેશન અને ટ્રેઇનિંગ સેન્ટર બનશે.જોકે ફાયર ચાર્જમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. રેવન્યુ આવક ૩૨૩૧ કરોડ અને રેવન્યુ ખર્ચ ૨૦૯૧ કરોડ અંદાજવામાં આવ્યો છે.

gujarat surat