સુરતઃ કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ

16 May, 2019 03:25 PM IST  |  સુરત

સુરતઃ કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ

સુરતઃ કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ

હીરાના પ્રોસેસિંગના સૌથી મોટા હબ સુરતમાં મંદીનો માહોલ છે. કાચા હીરાની કિંમતમાં વધારો થઈ રહ્યા છે. સાથે ઈમ્પોર્ટમાં ઘટાડો થયો છે. તો મોટી હીરા કંપનીઓમાં ઉનાળું વેકેશન જાહેર થયું છે. જેની સૌથી વધુ અસર હીરા બજારમાં આવેલી નાની કંપનીઓ પર પડી રહી છે.

હવે આપે છે બે દિવસની રજા
સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ એટલો છે કે હવે કારીગરોને એક ના બદલે બે દિવસની રજા આપવામાં આવી રહી છે. જેના કારણે રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીથી રાહત મળશે

નાના કારખાનેદારોને વધુ અસર
મંદીની નાના કારખાનેદારો પર સૌથી વધુ અસર પડી છે. સુરતમાં 20 ટકા કારખાનાઓ એવા છે કે જે દીવાળી પછી ખુલ્યા જ નથી. રોજના 2 કે 4 યુનિટ બંધ થઈ રહ્યા છે. સાથે હવે તો કલાક પ્રમાણે રત્ન કલાકારોને પગાર આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

surat gujarat