ગુજરાત: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીથી રાહત મળશે

(જી.એન.એસ.) | ગાંધીનગર | May 16, 2019, 08:54 IST

ગુજરાતમાં એક સપ્તાહ સુધી ગરમીથી તો રાહત મળશે સાથે હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે મૉન્સૂન પાંચ દિવસ મોડું બેસી શકે છે.

ગુજરાત: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીથી રાહત મળશે
ગરમીથી હેરાન લોકો

ગુજરાતમાં એક સપ્તાહ સુધી ગરમીથી તો રાહત મળશે સાથે હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે મૉન્સૂન પાંચ દિવસ મોડું બેસી શકે છે. મૉન્સૂન ૬ જૂને કેરળના કિનારે ટકરાશે. સામાન્ય રીતે ચોમાસું ૩૧ મે કે ૧ જૂન સુધીમાં કેરળ પહોંચે છે. નોંધનીય છે કે કેરળમાં મૉન્સૂન પ્રવેશ કર્યાનાં ૩ અઠવાડિયાં બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મૉન્સૂન અંતર્ગત આ વખતે દેશમાં ૯૬ ટકા વરસાદ થશે. અંદામાન સમુદ્ર, નિકોબાર દ્વીપ અને પૂર્વી-દક્ષિણ બંગાળમાં મૉન્સૂન ૧૮-૧૯ મેએ પહોંચશે જે બાદ ૬ જૂને કેરળ પહોંચે એવી પૂરી શક્યતા છે જેમાં ચાર દિવસ વધુ કે ઓછા થઈ શકે છે સાથે જ કેરળમાં ચોમાસાને પહોંચ્યાનાં ૩ અઠવાડિયાં બાદ એ ગુજરાત પહોંચશે. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એ વિશેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે સાથે જ ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી રાહત પણ મળશે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના હાઇવે પર છવાયું મગરોનું રાજ

ચોમાસું ગુજરાતમાં આ વખતે થોડું મોડું આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા વધી છે ત્યારે ગુજરાતમાં પણ ૧૫ જુલાઈ સુધી ચાલે એટલું જ પીવાનું પાણી હોવાથી ચોમાસું મોડું આવવાના સંકેતથી સરકારની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK