સુરતઃ મહિલાઓને કૉલગર્લ દર્શાવનાર માણસ ઝડપાયો

27 May, 2019 03:45 PM IST  |  સુરત

સુરતઃ મહિલાઓને કૉલગર્લ દર્શાવનાર માણસ ઝડપાયો

પ્રતિકાત્મક તસવીર

સુરતના એક રત્નકલાકારની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. જેના પર આરોપ છે કે તે ફેસબુક ગ્રુપ પર મહિલાઓની તસવીરો મુકતો હતો અને તેમને કૉલ ગર્લ તરીકે રજૂ કરતો હતો.

માલવિયા પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સુનિલ નંધા નામના આ વ્યક્તિએ 25 લોકો પાસેથી 40 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેણે ફેસબુક પર રાહુલ મોદી નામથી ફેક અકાઉન્ટ બનાવ્યું હતું.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સુનિલે એક ફેસબુક અકાઉન્ટ હેક કર્યું હતું જેમાં યુવતીઓની તસવીરો હતી. તેણે આ તસવીરો ડાઉનલોડ કરી અને તેને રાજકોટ બોય્સ એન્ડ ગર્લ્સ અને સુરત બોય્ઝ એન્ડ ગર્લ્સ ગ્રુપમાં મોકલી દીધા. તેણે ફોટોસ સાથે તેઓ ફીમેલ એસ્કોર્ટની સર્વિસ પુરી પાડતા હોવાનું કહ્યું હતું. જ્યારે લોકોએ તેને સર્વિસ માટે પુછવાનું શરૂ કર્યું ત્યારે તેણે કહ્યું કે તેના પેટીએમ અકાઉન્ટમાં પૈસા જમા કરાવે. તેણે આ રીતે 25 લોકો સાથે 40, 000 રૂપિયા પડાવ્યા.

આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ

રાજકોટના મવડી રોડ પરની એક યુવતીને ખબર પડી કે તેની તસવીર ફેસબુક પર આ રીતે ફરી રહી છે. અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યારે રાહુલ મોદીના ID અને ફોન નંબરની તપાસ કરી ત્યારે ખબર પડી કે નંબર સુનિલનો હતો. જે ઉધનામાં રહેતો હતો. રાજકોટ પોલીસ ત્યાં પહોંચી અને તેને પકડી પાડ્યો.પોલીસ પુછપરછમાં સુનિલે કબુલ્યું છે કે તે છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહ્યો હતો.

surat rajkot gujarat