Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ

27 May, 2019 03:24 PM IST | અમદાવાદ

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા તરૂણે માનેલી બહેન સાથે કર્યું દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદના વાડજ પોલીસે 19 વર્ષના એક તરૂણની ધરપકડ કરી છે. જેના પર પોતાની જ માનેલી બહેન સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. તરૂણના કહેવા પ્રમાણે તેની આ બહેનના કારણે તેનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેક અપ થઈ ગયું હતું. પીડિતાએ તરૂણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિતા કે જે CAની બીજા વર્ષની વિદ્યાર્થિની છે, તેણે કરેલી ફરિયાદ અનુસાર આરોપી અમેય ઉપાધ્યાય, જે નારણપુરાનો રહેવાસી છે તેણે તેની સાથે અકુદરતી શરીર સંબંધો બાંધ્યા. ફરિયાદ પ્રમાણે તે અમેયને દસમાં ધોરણથી જાણતી હતી. તેઓ ઘણા સારા મિત્રો હતા, જુઓ એકસાથે બહાર પણ જતા હતા અને અમેય તેના ઘરે પણ આવતો હતો.

શનિવારે જ્યારે પીડિતાના માતા અને નાનો ભાઈ ઘરે નહોતા ત્યારે તેણે અમેયને ફોન કર્યો અને કહ્યું કે તે મળી જાય, તેને તેના બ્રેકઅપને લઈને કેટલીક ગલતફેમી હતી તેને દૂર કરવી હતી. પીડિતાની કેફિયત અનુસાર, તે જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે તેના વાળ ખેંચ્યા, માર માર્યો અને ઓરલ સેક્સ કરવા માટે મજબૂર કરી. બાદમાં તેણે પીડિતાને જમીન પર સુવડાવી અને દુષ્કર્મ કર્યું. પીડિતાએ તેને ઘરમાંથી જતા રહેવા કહ્યું પરંતુ તે ન ગયો તો પીડિતા જ ઘરમાંથી નાસી છુટી.

આ પણ વાંચોઃ Surat Fire:હાર્દિક પટેલને લાફો મારવાનો પ્રયાસ



વાડજ પોલીસે તરૂણ સામે IPCના સેક્શન 376 અનુસાર ફરિયાદ દાખલ કરી છે અને તેનું અને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 03:24 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK