IIM અમદાવાદની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ફોરેન્સિકમાંં મોકલ્યો મોબાઈલ

21 January, 2021 02:45 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

IIM અમદાવાદની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ફોરેન્સિકમાંં મોકલ્યો મોબાઈલ

પ્રતીકાત્મક તસવીર

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (Indian Institute of Management Ahmedabad)માં એમબીએ પીજીપી બીજા વર્ષની વિદ્યાર્થીએ પેતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટના સ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી. મૃતક યુવતીનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. મૂળ રૂપે બિહારના મુઝફ્ફરપુરની રહેનારી દૃષ્ટિ રાજ ઘણા સમય સુધી દિલ્હીમાં રહેતી હતી.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં એમબીએ પીજીપી ઑલ્ડ કોર્સના બીજા વર્ષની વિદ્યાર્થી હતી. બુધવારે બપોરે પોતાના રૂમમાં છત પરથી લટકીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.અગ્રાવત ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા, જ્યાં આઈઆઈએમના સુરક્ષા જવાનઓએ તેમનું ઓળખકાર્ડ જોયા બાદ પોલીસને ઘટના સ્થળે જવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઇન્ટરનેટ મીડિયા પર ફોટો શેર કર્યો હતો

અગ્રાવતે જણાવ્યું છે કે દૃષ્ટિ રાજની કોઈ મેડિકલ હિસ્ટ્રી અથવા હતાશામાં હોવાની કોઈ માહિતી નથી અને ન તેના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે. પોલીસે દૃષ્ટિ રાજનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. મૃતકે 14 ડિસેમ્બરે પોતાના માતા-પિતા અને ભાઈને યાદ કરતા ઈન્ટરનેટ મીડિયા પર તેમની સાથેની તસવીર શૅર કરી હતી અને તે પોતે પરિવારથી દૂર રહે છે, એ માટે તેણે ઘણું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

અંદરથી બંધ હતો રૂમનો દરવાજો

દૃષ્ટિ રૂપથી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની રહેવાસી છે અને તે અમદાવાદ આઈઆઈએમમાં 2 વર્ષથી અભ્યાસ કરી રહી હતી. આઈઆઈએમ સંસ્થાના કર્મચારીઓ તથા ક્લાસના મિત્રો પણ તેના વિશે કશું કહેવામાં અસમર્થ છે, તે સાવરથી પોતાના રૂમમાં બંધ હતી અને બપોરનું ભોજન ખાવા માટે પણ કેન્ટિનમાં નહોતી આવી. બપોર સુધી જ્યારે તેણી બહાર ન નીકળી ત્યારે શંકા ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસ ઇન્સ્પેક્ટર અગ્રાવત તેના સાથીદારો સાથે આઈઆઈએમ પહોંચ્યા હતા, જ્યાં ડોમના આઠ નંબર રૂમનોલ દરવાજો અંદરથી બંધ હતો.

દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી કર્યું હતું ગ્રેજ્યુએશન

જ્યારે પોલીસે સંસ્થાના સુરક્ષા કર્મચારીઓની મદદથી દરવાજો તોડ્યો હતો, ત્યારે દૃષ્ટિ પંખાથી લટકતી જોવા મળી હતી. જોકે દૃષ્ટિના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ નહોતી મળી, પરંતુ સંસ્થાના પ્રોફેસરે જણાવ્યું કે તે ભણવામાં ખૂબ હોશિયાર હતી. દૃષ્ટિના પિતા નોકરી કરે છે અને માતા ગૃહણી છે, તેનો એક નાનો ભાઈ પણ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે દૃષ્ટિની ઑનલાઈન પ્રોફાઈલમાં તેણે દર્શાવ્યું હતું કે તે સીબીએસઈ 12મી ક્લાસમાં રાજ્યમાં સાતમાં સ્થાન પર હતી, જ્યારે દસમાં ધોરણમાં તેણે દસમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દૃષ્ટિએ દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

gujarat ahmedabad suicide