ગુજરાત: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લામાં 

12 May, 2022 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

1 લાખ 8 હજાર વિદ્યાર્થીમાંથી 68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.

ફાઈલ ફોટો

અમદાવાદ:  રાજ્યમાં  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં લેવામાં આવી હતી. પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. 

ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. આ વખતે રાજકોટમાં 85.78 ટકા પરિણામ આવ્યું છે, સાથે જ આ જિલ્લો સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદમાં આ વખતે માત્ર 40.19 ટકા પરિણામ આવ્યું છે. 

રાજ્યના શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર કર્યું છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે. કુલ 140 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 લાખ 8 હજાર વિદ્યાર્થીમાંથી 68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ  ધરાવતું કેન્દ્ર લાઠી છે જ્યાં 96.12 ટકા પરિણામ આવ્યું છે.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાના પરિણામ સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

gujarat news ahmedabad rajkot