આજ મધરાતથી ગુજરાતમાં થંભી જશે ST બસોના પૈડા

20 February, 2019 07:01 PM IST  |  અમદાવાદ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

આજ મધરાતથી ગુજરાતમાં થંભી જશે ST બસોના પૈડા

આજે મધ્યરાત્રિથી થંભી જશે એસટી બસના પૈડા

રાજ્યના વાહનવ્યવહાર નિગમના 45 હજાર કર્મચારીઓ સામુહિક CL પર ઉતરી જશે. જેના કારણે હજારો બસના પૈડા થંભી જશે. આજે એસટી નિગમના કર્મચારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં નિગમના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાથે જ આજ મધ્યરાત્રિથી તમામ કર્મચારીઓ હડતાલ પર જશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

એસટીના કર્મચારીઓના આ નિર્ણયથી એક સાથે સાત હજાર એસટી બસોના પૈડા થંભી જશે. જેના કારણે રાજ્યના વાહન વ્યવહાર પર અસર પડશે. એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.

શું છે માંગણીઓ?
એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે. સાથે તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે. એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.

gujarat ahmedabad