મુંબઈ જતા આવતા મુસાફરો માટે ગુજરાત STની ખાસ સેવા, તાત્કાલિક બસ શરૂ

02 July, 2019 12:59 PM IST  |  સુરત

મુંબઈ જતા આવતા મુસાફરો માટે ગુજરાત STની ખાસ સેવા, તાત્કાલિક બસ શરૂ

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી જબરજસ્ત વરસાદ ખાબકી રહ્યો છો. ધોધમાર પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જેને કારણે સપનાની નગરી મુંબઈમાં જનજીવન પર માઠી અસર પડી છે. લોકલ ટ્રેન્સ ધીમી ચાલી રહી છે, કેટલીક ટ્રેન બંધ કરી દેવાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. ફ્લાઈટ્સ રદ થઈ રહી છે. ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોના શેડ્યુલ પણ ખોરવાયેલા છે. ત્યારે મુંબઈથી ગુજરાત આવતા અને જતા મુસાફરોની મદદે ગુજરાત એસટી આવી છે.

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા સુરતથી મુંબઈ અને વલસાડથી મુંબઈ વચ્ચે ખાસ બસ શરૂ કરવામાં આવી છે. વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર પહોંચી છે, ત્યારે એસટી તંત્રએ રોડ માર્ગે મદદની શરૂઆત કરી છે. ગુજરાત સરકાર અને એસટી નિગમે સુરતથી મુંબઈ વચ્ચે બસ શરૂ કરવાનો નિર્મય કર્યો છે. જેથી મુંબઈ જતા આવતા મુસાફરો સમયસર ગંતવ્યસ્થાને પહોંચી શકે.

આ નિર્ણય પ્રમાણે સુરત અને વલસાડ રેલવે સ્ટેશનથી બોરીવલીની બષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિમાં એસટી તંત્ર દ્વારા માટે મુસાફરોની સહાયતા માટે ખાસ નિર્મય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે માયનગરી મુંબઈના હાલ બેહાલ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

મુંબઈમાં મંગળવારે પણ હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. બીએમસીએ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.

gujarat mumbai mumbai rains