પોરબંદર નજીક દરિયામાં બોટમાં કાણું પડતાં છ માછીમારોને બચાવ્યા

23 December, 2019 10:08 AM IST  |  Porbandar

પોરબંદર નજીક દરિયામાં બોટમાં કાણું પડતાં છ માછીમારોને બચાવ્યા

ફાઈલ ફોટો

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારો સાથેની એક બોટ મધદરિયામાં અટકતાં કોસ્ટગાર્ડે ફસાયેલા છ માછીમારોને હેમખેમ બહાર કાઢ્યા હતા. રવિવારે કોસ્ટગાર્ડની પૅટ્રોલિંગ ટીમે આ બોટ જોઈ હતી અને એમાં રહેલા છ જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરીને પોરબંદર દરિયાકાંઠે પરત લાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ‘વિસ્મિતા’ નામની બોટમાં છ જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતા. પોરબંદરના દરિયાકાંઠેથી ૨૪ નોટિકલ માઇલ પર બોટનું એન્જિન બગડતાં તેઓ મધદરિયામાં ફસાયા હતા. દરમિયાન રૂટીન પેટ્રોલ પર નીકળેલી કોસ્ટગાર્ડની ટીમને આ બોટ નજરે પડી હતી. કોસ્ટગાર્ડે તમામ છ માછીમારોને બચાવીને તેમને મદદ કરી હતી.

આ પણ વાંચો : પાલિતાણામાં દીવાલ ધરાશાયીઃ ત્રણ મજૂરોનાં મોત, બે ઘાયલ

કોસ્ટગાર્ડના જહાજ સી-૪૪૫એ દ્વારા માછીમારોને સલામત રીતે પોરબંદરના દરિયે ઉતારવામાં આવ્યા હોવાનું કોસ્ટગાર્ડે એક યાદીમાં જણાવ્યું હતું. બોટ તૂટેલી હોવાથી ટેક્નિકલ ટીમે એને રિપેર પણ કરવામાં મદદ કરી હતી અને એમાં ભરાયેલું પાણી બહાર ઉલેચીને બોટને અન્ય વેસલની મદદથી ટો કરીને પોરબંદરના કાંઠે પહોંચાડવામાં આવી હતી.

gujarat porbandar