સ્મશાનમાં કથા સત્યનારાયણની

28 October, 2019 09:43 AM IST  |  ગીર સોમનાથ | રશ્મિન શાહ

સ્મશાનમાં કથા સત્યનારાયણની

સ્મશાનમાં થયું સત્યનારાયણ કથા

દેશમાં આજે પણ જ્યારે લાખો-કરોડો લોકો કાળીચૌદશની રાતે ભૂતપ્રેતની વાતોથી ડરે છે અને અંધશ્રદ્ધાને કારણે અગોચર સૃષ્ટિના ભયમાં જીવે છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામના લોકોએ અંધશ્રદ્ધાને નાથવા માટે અને ભૂતપ્રેત કે સ્મશાનનો ડર દૂર કરવા માટે અનોખી પહેલ કરી અને કાળીચૌદશની રાતે ૧૨ વાગ્યે ગામના સ્મશાનમાં જ સત્યનારાયણદેવની કથાનું આયોજન કર્યું, જેમાં આખું ગામ જોડાયું. આ સ્મશાનમાં જ પ્રસાદ પણ તૈયાર કરવામાં આવ્યો અને સત્યનારાયણદેવની કથાનો પેલો વર્લ્ડ ફેમસ શીરો પણ સ્મશાનમાં જ બનાવવામાં આવ્યો.
કથામાં ગામભરના લોકો ભેગા થયા હતા. સૌએ સાથે મળીને કથાનું રસપાન કર્યું અને એ પછી બધાએ પ્રસાદ પણ સ્મશાનમાં જ આરોગ્યો. કથાના આયોજક પૈકીના એક મનસુખભાઈ પટેલે કહ્યું, ‘જો આવું કામ બધા કરશે તો જ આ બીક નીકળી જશે. આજે વિજ્ઞાનનો જમાનો છે. વરસાદ ન આવે તો કૃત્રિમ વરસાદ પણ લાવીને કુદરતની સામે બાથ ભીડી શકાય છે તો પછી શું કામ ભૂતપ્રેતથી ડરવાનું.’

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

આ કથા માટે કોઈ અંધશ્રદ્ધા નિર્મૂલન સંસ્થા કે એવી કોઈ વ્યક્તિનો હાથ નહોતો, કથા ગામજનો દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને કથાથી માંડીને પ્રસાદનો ખર્ચ પણ સૌકોઈએ સાથે મળીને વહેંચી લીધો હતો.

gujarat