રાજ્યસભાનું રણ 2019: જાણો ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોને

04 July, 2019 02:45 PM IST  |  ગાંધીનગર

રાજ્યસભાનું રણ 2019: જાણો ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોને

જાણો ગુજરાતના રાજ્યસભા ઉમેદવારોને

એસ. જયશંકર

ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર એસ. જયશંકર છે. અનુભવી રાજદૂત અને પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીના રૂપમાં પોતાની સરકારમાં સામેલ કર્યા છે. તેમણે 30 મેના દિવસે મંત્રી પદના શપથ લીધા હતા. નિયમ અનુસાર તેમણે શપથ લીધાના છ મહિનાની અંદર સંસદના કોઈપણ સદનનું સભ્ય બનવું પડે. એસ. જયશંકર અમેરિકા અને ચીનમાં રાજદૂત રહી ચુક્યા છે. તેમણે વડાપ્રધાન મોદીની પહેલી સરકારની વિદેશ નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

જુગલજી ઠાકોર

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે બીજા ઉમેદવાર તરીકે સૌના આશ્ચર્ય વચ્ચે જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા.જુગલજી ઠાકોર ભાજપના મહેસાણાના ઠાકોર સમાજના નેતા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાંથી એક છે. ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરી તરીકેની છાપ ધરાવે છે. હાલ તેઓ પક્ષમાં ઓબીસી મોરચાના મંત્રી તરીકે કાર્યરત છે. વર્ષોથી તેમણે કોઈ માંગણી નથી કરી, હંમેશા તેઓ પક્ષના આદેશનું પાલન કરે છે. તેનો તેમને બદલો આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને મેદાનમાં ઉતાર્યા છે.

ચંદ્રિકા ચુડાસમા
ચંદ્રિકાબેન ચુડાસમા સૌરાષ્ટ્રના જાણીતા નેતા છે. તેમની સૌરાષ્ટ્રની રાજનીતિ પર સારી પકડ છે. ચંદ્રિકાબેન વર્ષ 2012માં માંગરોળથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 2017 વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સારી એવી લીડ મળી હતી. જેના માટે ચંદ્રિકાબેનની સારી એવી ભૂમિકા રહી છે.

ગૌરવ પંડ્યા

ગૌરવ પંડ્યા દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં મોટો ચહેરો છે. ગૌરવ પંડ્યાને અહેમદ પટેલ સાથે નજીકના સંબંધો છે. તેઓ કોંગ્રેસ સંગઠનમાં વર્ષોથી સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. યુથ કોંગ્રેસથી તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા અને પ્રદેશ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર ? રાજ્યસભાની ચૂંટણી પહેલા લઈ જશે આબુ

કોંગ્રેસને ધારાસભ્યો ગુમાવવાનો ડર?
શુક્રવારે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પહેલા કોંગ્રેસને ધારાસભ્યો ગુમાવવાનો ડર છે. કોંગ્રેસને લાગે છે કે ગયા વખતે રાજ્યસભા ચૂંટણી પહેલા જેવો ખેલ થયો હતો તેવો આ વખતે પણ થઈ શકે છે. જેથી તેઓ ધારાસભ્યનો એક સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ છે. તેમનો મોક પોલ પણ કરવામાં આવ્યો. અહીંથી તેમને સીધા મતદાન માટે લઈ જવામાં આવશે.

gujarat Gujarat BJP Gujarat Congress