કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર ? રાજ્યસભાની ચૂંટણી પહેલા લઈ જશે આબુ

Published: Jul 03, 2019, 15:26 IST

ગુજરાત કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોમાં ફૂટ ન પડે અને સંખ્યા ઓછી ન થાય તે માટે તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાનું નક્કી કર્યું છે. આ પહેલા પણ રાજ્યસભાની ચૂંટણી સમયે કૉન્ગ્રેસના ધારાસભ્યોને લઈને બેંગ્લોર રિસોર્ટમાં લઈ જવાયા હતા.

કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર? (ફોટો-ANI)
કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર? (ફોટો-ANI)

ગુજરાતમાં 5 જુલાઈ રાજ્યસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, આ પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોમાં ફૂટ ન પડે અને સંખ્યા ઓછી ન થાય તે માટે તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાનું નક્કી કર્યું છે. આ પહેલા પણ રાજ્યસભાની ચૂંટણી સમયે કૉન્ગ્રેસના ધારાસભ્યોને લઈને બેંગ્લોર રિસોર્ટમાં લઈ જવાયા હતા.

રાજ્યસભા ચૂંટણી સમયે ક્રોસ વોટિંગ થાય નહી તે માટે કૉન્ગ્રેસ તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જઈ રહી છે. કૉન્ગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને વૉલ્વો બસથી માઉન્ટ આબુ લઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં હાલ કૉન્ગ્રેસનું શાસન છે અને મુખ્યપ્રધાન પદે અશોક ગહેલોત છે, જે એક સમયે ગુજરાતના પ્રભારી પણ હતા. કૉન્ગ્રેસનું માનવું કે, તેમના શાસનવાળા રાજ્યમાં ધારાસભ્યો પર ધ્યાન રાખી શકાશે જો કે, કૉંગ્રેસનું કહેવું છે કે, પક્ષની વ્યુહરચના નક્કી કરવા માટે તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: જગન્નાથની નગરયાત્રા પહેલા થયું પોલીસનું ગ્રાન્ડ રિહર્ષલ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બુધવારે કૉન્ગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુ જવા માટે રવાના થશે. જો કે કૉન્ગ્રેસની સીટ પરથી જીતી ધારાસભ્ય બનેલા અને ત્યારબાદ રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે આબુ જવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચા છે. અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય તેવી શક્યતા પણ છે. કૉન્ગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ડર છે જેના કારણે તેમની પર ધ્યાન રાખવા માટે માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK