રાજકોટ: કોરોના વાઇરસથી સૌરાષ્ટ્રના વેપાર પર માઠી અસર

30 January, 2020 09:53 AM IST  |  Rajkot

રાજકોટ: કોરોના વાઇરસથી સૌરાષ્ટ્રના વેપાર પર માઠી અસર

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં જે રીતે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે એની સીધી અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે એમાં મોટા ભાગના ઉદ્યોગોનું સીધું કે આડકતરું કનેક્શન ચીન સાથે જોડાયેલું છે. રાજકોટમાં મુખ્યત્વે કૉટનની નિકાસ થાય છે અને રાઉન્ડ બ્રાર તથા મશીનરીની આયાત કરવામાં આવે છે.

હાલ આયાત-નિકાસકારો થોભો અને રાહ જુઓની પરિસ્થિતિમાં આવી ચૂક્યા છે. બીજી તરફ રાજકોટમાંથી અંદાજે ૬૦થી ૭૦ લાખ ગાંસડી કૉટનની નિકાસ ચીનમાં થાય છે. આ વર્ષે સારો વરસાદ થવાના કારણે કૉટનનું ઉત્પાદન સારું થયું છે, જેથી ચીનની માગ પણ સારી છે. ત્યારે કૉટન માર્કેટ પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ચૂકી છે.

આ પણ વાંચો : દેશ-વિદેશની 150 જેટલી વિન્ટેજ કારનો કાફલો કચ્છના રણ-માંડવીની મુલાકાતે આવશે

આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું પણ પુષ્કળ ઉત્પાદન થયું છે, જેથી સૌરાષ્ટ્રમાંથી સિંગદાણા અને સિંગતેલ ચીનમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વાઇરસને કારણે સિંગતેલ અને સિંગદાણાનાં કન્ટેનરો પોર્ટ પર અટવાઈ ચૂક્યાં છે અને અંદાજે ૧૦૦ કરોડ જેટલો માલ ફસાયો છે.

gujarat saurashtra rajkot