ભુજમાં ચાર ઇંચથી વધુ વરસાદ, હમીરસર તળાવ ભરાયું

16 September, 2022 08:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ગુજરાતમાં મેઘો ભાદરવે ભરપૂર બન્યો હોય એમ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં અવિરત મેઘમહેરથી નદી-નાળાં, વોકળા અને ડૅમ છલકાયાં છે. ભુજમાં આવેલું હમીરસર તળાવ ભરાતાં ભુજવાસીઓ તળાવ પર ઊમટ્યા હતા. ભુજમાં ગઈ કાલે ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. જેના લીધે આજે રજા જાહેર કરાઈ છે. 

gujarat gujarat news Gujarat Rains Weather Update bhuj