સૌરાષ્ટ્રને આવતા વર્ષે નહીં નડે પાણીની સમસ્યા, મેઘમહેરથી 28 ડેમ ઑવરફ્લો

06 September, 2019 02:46 PM IST  |  રાજકોટ

સૌરાષ્ટ્રને આવતા વર્ષે નહીં નડે પાણીની સમસ્યા, મેઘમહેરથી 28 ડેમ ઑવરફ્લો

સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી 28 ડેમ ઑવરફ્લો

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસમાં સારો એવો વરસાદ પડ્યો છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે પાણીની સારી એવી આવક છતા આજી, ન્યારી, મચ્છુ સહિત 28 ડેમો છલકાયા છે. જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓની પાણીની ચિંતા દૂર થઈ છે. ગયા વર્ષે પણ ઓછા વરસાદના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હતી. પરંતુ આ વખતે પાણીની સમસ્યા નથી નડે.

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 103 ટકા જેટલો વરસાદ પડ્યો છે. વરસાદની આગાહીને લઈને રાજકોટના તંત્રને પણ અલર્ટ કરવામાં આવ્યું છે. આટકોટમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો.તો વાંકાનેર, જસદણ, સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ છે.

આ ડેમો છલકાયા
આજી-1, આજી-2 આજી-3 સંપૂર્ણ ભરાયાં છે. જ્યારે આજી ચાર ઑવરફ્લો થવાની નજીક છે. આ ઉપરાંત ચાપરવાડી- 1 કબીર સરોવર, ચાપરવાડી-2 ડેમી 1/2/3 ઑવરફ્લો થયાં છે. જ્યારે ધોળીધજા, કંકાવટી, ખોડાપીપપર. લિંબીડી ભોગાવાવો-1, મચ્છુ 1/2/3, મોરસલ, મોતીસર, નાયકા, ન્યારી 1-2, પન્ના, ફરડંગબેટી, રંગમતી, ત્રિવેણી થાંગા, ઉંડ-1, ઉંડ-2, વેરી, વાડીસંગ ડેમ છલકાયા છે. ડેમની આસપાસ રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

પાંચ દિવસમાં ૨૮ જિલ્લામાં ભારે વરસાદ થશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને ૬ અને ૭ સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં હજી પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

gujarat Gujarat Rains