ક્યાર વાવાઝોડાની અસરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ

30 October, 2019 12:32 PM IST  |  અમદાવાદ

ક્યાર વાવાઝોડાની અસરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ કિનારાના ક્ષેત્રોમાં પણ તેની અસર રહેશે. જેના કારણે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દિવાળીની રજાઓમાં વરસાદ થવાના કારણે લોકો નિરાશ થયા છે.

રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રેથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ, કેવડિયા, મહેસાણા, ગાંધીનગર સહિતના શહેરોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અચાનક વરસાદ શરૂ થઈ ગયો, જે આખી રાત ચાલુ રહ્યો. દક્ષિણ ગુજરાતના સૂરત, અંકલેશ્વર, નવસારી, વલસાડ, રાજપીપળા સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં બે ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં ભારે વરસાદ હોવાના કારણે આશાપુરા મંદિર દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. દર વર્ષે દિવાળીની રજાઓમાં લાખો ભક્તો આશાપુરાના મંદિરનો દર્શન માટે આવે છે. પરંતુ ભારે વરસાદના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

હવામાન વિભાગે જણાવ્યું કે અરબ સાગરમાં પેદા થયેલા વાવાઝોડા ક્યારનો ખતરો ઓછો થઈ ગયો છે પરંતુ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસો સુધી આખા ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

અમદાવાદમાં ભરાયા પાણી
અમદાવાદમાં મોડી રાત્રે થયેલા વરસાદના કારણે હાટકેશ્વર, વસ્ત્રાલ, રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલૂપુર, સારંગપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા. તો વડોદરા, ભરૂચ, આણંદ, નડિયાદમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન થયા. તહેવાર સમયે વરસાદ પડતો લોકોની મજા બગડી હતી.

ahmedabad gujarat Gujarat Rains