ગુજરાતમાં મેઘમહેરઃ 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાઓમાં પડ્યો વરસાદ

21 July, 2019 03:59 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં મેઘમહેરઃ 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાઓમાં પડ્યો વરસાદ

ગુજરાતમાં મેઘમમહેર

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે વીજળીને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીમાં પણ વરસાદ પડ્યો. જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. અમરેલીના લાઠી, સાવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદીઓની જળસપાટીમાં પણ વધારો થયો છે.

જૂનાગઢ અને રાજકોટમાં વરસાદ
જૂનાગઢ અને રાજકોટમાં પણ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ પડ્યો છે. કેશોદમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ પર પણ મેઘરાજાએ મહેરબાની કરી. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. ગોંડલ, જેતપુર, ધોરાજીમાં પણ વરસાદ પડ્યો છે.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

24 કલાકમાં 27 જિલ્લાઓમાં વરસાદ
અલનીનોની અસર પુરી થયા બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રીય થયું છે. શનિવારથી જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25 જુલાઈ સુધીમાં રાજ્યમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે.

gujarat Gujarat Rains