દિવાળીમાં વરસાદ પડવાની વકી, અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશન ડિપ્રેશન

25 October, 2019 01:50 PM IST  |  Ahmedabad

દિવાળીમાં વરસાદ પડવાની વકી, અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશન ડિપ્રેશન

ગુજરાતમાં દિવાળી સમયે વરસાદની આગાહી

Ahmedabad : દિવાળીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આ સમાચાર દિવાળીના ધમાકેદાર સેલિબ્રેશનનો પ્લાન બનાવનાર માટે સારા નથી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 12 થી 24 કલાકમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી દિવાળીમાં વરસાદના એંધાણ
મળતી માહિતી મુજબ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આ સિસ્ટમ સક્રિય થવાથી આગામી 12 થી 24 કલાકમાં ડિપ્રેશન ચક્રાવાતમાં બદલાઈ શકે છે. જેથી માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે.

લો પ્રેશ ડિપ્રેશન વાનાઝોડામાં ફેરવાશે : હવામાન વિભાગ
અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે. આમ હવે આગામી 48 કલાક દરમિયાન વાતાવરણ વાવાઝોડામાં ફેરવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્ચિન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ગુજરાતના તટીય વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે
મળતી માહિતી મુજબ અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે 25 અને 29 ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ચક્રવાત પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં આગામી શુક્રવારથી મંગળવાર સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ-ડાંગ, નવસારી-વલસાડ-દમણ-દીવ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

gujarat Gujarat Rains