રાજ્યમાં ફરી વરસાદની દસ્તક, જાણો ક્યાં છે વરસાદની આગાહી?

19 October, 2019 09:29 AM IST  |  અમદાવાદ

રાજ્યમાં ફરી વરસાદની દસ્તક, જાણો ક્યાં છે વરસાદની આગાહી?

ગુજરાતમાં વરસાદ

ચોમાસું વિધિવત રીતે સંપન્ન થયા બાદ પણ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું ફરી આગમન થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં રવિવાર અને સોમાવરે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. આવું વરસાદી વાતાવરણ 22 ઑક્ટોબર સુધી રહી શકે છે.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.

ચોમાસાની ઋતુએ વિદાય લઈ લીધી છે અને દિવાળીનો તહેવાર પણ નજીક છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે તહેવાર સમયે મુશ્કેલી પડી શકે છે. ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદ છે.

gujarat Gujarat Rains