લો બોલો, રંગીલુ રાજકોટ ગુજરાતનું અતિ પ્રદુષિત શહેર બન્યું

05 November, 2019 03:06 PM IST  |  Rajkot

લો બોલો, રંગીલુ રાજકોટ ગુજરાતનું અતિ પ્રદુષિત શહેર બન્યું

રાજકોટ રાજ્યનું પ્રદુષિત શહેર જાહેર

ગુજરાતમાં રાજકોટ શહેરને રંગીલુ શહેર માનવામાં આવે છે. પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ રંગીલા રાજકોટને રાજ્યનું અતિ પ્રદુષિત શહેર જાહેર કર્યું છે અને તે પણ આજે નહીં પણ દોઢ વર્ષ પહેલા જાહેર કર્યું હતું. જેને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉંઘતી જડપાઇ હતી.

રાજકોટમાં આજી જીઆઇડીસી અને આસપાસનો વિસ્તાર વધુ પ્રદુષિત
આ સમગ્ર ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હરકતમાં આવી હતી અને આ અંગે નિવેદન કરવું પડ્યું હતું. આ અંગે જીપીસીબી બોર્ડે સ્પષ્ટતા કરી હતી તે સમગ્ર રાજકોટ શહેર નહીં પણ શહેરની આજી જીઆઈડીસી અને તેના આસપાસના 5 કિલોમીટર વિસ્તાર જ પ્રદુષિત છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સરવે દોઢ વરસ પહેલાં કરી નાખ્યો છે પણ આ અંગેની તપાસ હવે કરશે. સીપીસીબી એ રાજકોટને પ્રદૂષિત જાહેર કર્યા બાદ પણ જીપીસીબી એ આ બાબતની ગંભીરતા સમજી શક્યું નથી.

આ પણ જુઓ : રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

રાજકોટ જીઆઇડીસીમાં પ્રદૂષણ ઘટાડવા બેઠક કરી
સોમવારે રાજકોટમાં જીપીસીબીએ આજી જીઆઈડીસીના ઉદ્યોગકારો, વન વિભાગ, આર.એમ.સી. જીઆઈડીસી મેનેજર, કોર્પોરેશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને રાજકોટ ઈલેક્ટ્રોપ્લેટર્સ અને મેટલ ફિનિશર્સ એસો.ને સાથે રાખીને પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઇએ તેની એક બેઠક કરી હતી. જેમાં દિવ્ય ભાસ્કરે રાજકોટના પ્રાદેશિક અધિકારી એ.એમ.ગઢિયા અને અને ગાંધીનગરથી આવેલા અધિકારીને દિવ્ય ભાસ્કરે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.જેમાં જીપીસીબીના અધિકારીએ કેટલાક પ્રશ્નોના જવાબ નહોતા આપ્યા, તો કેટલાક પ્રશ્નોના વાહિયાત જવાબો આપ્યા હતા. ખુદ જીપીસીબી પાસે ડેટા નહીં હોવાની જાણ મિટિંગમાં થઈ ત્યારે ઉદ્યોગકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આમ રાજકોટમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની બેઠકના બદલે હસાયરો હતો તેમ ઉદ્યોગકારો ચર્ચા કરી રહ્યા હતા.

gujarat rajkot air pollution