જ્યારે પોલીસ કર્મચારીઓ લાવ્યા બાળકોના ચહેરા પર મુસ્કાન...

24 June, 2019 02:51 PM IST  |  સુરત

જ્યારે પોલીસ કર્મચારીઓ લાવ્યા બાળકોના ચહેરા પર મુસ્કાન...

જ્યારે પોલીસ કર્મચારીઓ લાવ્યા બાળકોના ચહેરા પર મુસ્કાન...

સુરત પોલીસે બાળકોની વચ્ચે જઈ તેમના ચહેરા પર મુસ્કાન લાવીને એક ખૂબ જ સારું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સુરતની આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ સ્વભાવથી કડક હોય છે કારણ કે તેમને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે પરંતુ દિલથી તેઓ નરમ હોય છે કારણ કે આખરે તેઓ પણ સામાન્ય માણસ જ છે.

સારા અને ખરાબ સ્પર્શની આપી સમજણ
સુરતની એક સ્કૂલમાં બાળકી સાથે શિક્ષકે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ બાળકો અને માતા-પિતામાં સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે જાગૃતિ લાવવા માટે શહેરના અંતરિયાળ વિસ્તારમાં જઈને પત્રિકાઓનું વિતરણ કર્યું. સાથે જ તેમને આવી ઘટનાઓ વિશે સમજણ આપી. જેથી ભવિષ્યમાં તેમની સાથે આવી ઘટનાઓ ન બની.


બાળકોને કર્યા ખુશ
સારા અને ખરાબ સ્પર્શની સમજણ આપવાની સાથે પોલીસ કર્મચારીઓએ બાળકોમાં ચોકલેટનું વિતરણ પણ કર્યું. જેનાથી બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળી તે અનોખી હતી. પોલીસ કર્મચારીઓ બાળકો એમે તેમન વાલીઓ સાથે વાત કરી. બાળકો સાથે સારો સમય પસાર કર્યો. સાથે તેઓ સુરક્ષિત રહી શકે તેવો પણ પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી, 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા

બાળકો સાથે છેડછાડ કે દુષ્કર્મની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. બાળકોમાં ક્યો સ્પર્શ સારો કહેવાય અને ક્યો ખરાબ તેની સમજણ નથી હોતી. જેના કારણે જ્યારે તેમની સાથે શું થાય છે તેમને ખબર નથી પડતી. એ સમયે તેમને આ સમજણ આપવી જરૂરી છે. જો તેમને આ જ્ઞાન હોય તો તેઓ આવી સ્થિતિમાંથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે. સાથે તેમના માતા-પિતાને પણ આવી ઘટનાઓ વિશે માહિતી હોવી જોઈએ જેના માટે લેવામાં આવેલું સુરત પોલીસનું આ પગલું પ્રશંસનીય છે.

surat gujarat