ઉનાળામાં કચ્છમાં શ્રાવણિયો રંગ, જુગારીઓ ઝડપાયા

19 May, 2019 07:23 AM IST  |  કચ્છ

ઉનાળામાં કચ્છમાં શ્રાવણિયો રંગ, જુગારીઓ ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

કચ્છમાં જુગારીઓ પર પોલીસની તવાઈ સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. આજે પોલીસે ગાંધીધામ, આદિપુર અને રાપરમાં દરોડા પાડીને ૨૪ જુગારીઓને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે વિવિધ ૬ સ્થળે દરોડા પાડીને ૨૪ જુગારીઓને દબોચી લીધા હતા.

શૉપિંગ સેન્ટરમાં છાપો

રાપર એસટી ડેપો નજીક આવેલા શૉપિંગ કૉમ્પ્લેક્સમાં દરોડો પાડીને પોલીસે જૂગટું રમતા ૬ જણને ઝડપી લીધા છે. બાતમીના આધારે સાયકા આર્કેડના રૂમ-નં.૧૦૩માં પોલીસે રેઇડ કરી આરોપીઓ પાસેથી ૩૧,૦૦૦ રૂપિયા, ત્રણ મોટરસાઇકલ, નવ મોબાઇલ ફોન કબજે કર્યા છે.

શિણાયમાંથી ૯ ખેલીને પકડ્યા

આદિપુર પોલીસે ગઈ કાલે રાતે શિણાય ગામના બસ-સ્ટેશન ચોક પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ૯ ખેલીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૨૦,૦૦૦થી વધુ રૂપિયા તથા ૭ મોબાઇલ કબજે કર્યા હતા.

આ પણ વાંચોઃ ક્રાઈમ બ્રાંચના અધિકારીના નામે ગઠિયાએ તફડાવ્યું એસી

ગાંધીધામમાં ૯ જુગારીઓ ઝડપાયા

પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધરાતે સાડાબાર વાગ્યે ગાંધીધામના જૂની સુંદરપુરી નજીક સર્વિસ રોડ પાસે પાર્ક થયેલાં વાહનોની આડમાં પત્તાં રમી રહેલા ૯ જુગારીઓને ઝડપી લઈ તેમની પાસેથી કૅશ ૪૧,૦૦૦ રૂપિયા અને પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા.

gujarat kutch news Crime News