ગુજરાત: પેટ્રોલ પમ્પ હવે આ સમયે ખુલ્લા રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

21 May, 2020 06:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત: પેટ્રોલ પમ્પ હવે આ સમયે ખુલ્લા રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

પ્રતીકાત્મક તસવીર

આખા રાજ્યમાં કોરોના વાઈરસનો ભય ફેલાયો છે. ગુજરાત સહિતના વિશ્વભરમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. સરકારે હાલ 31 મે સુધી લૉકડાઉનની અવધિ વધારી દીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લૉકડાઉનમાં છૂટછાટ આપવા માટે ગાઈડલાઈન નક્કી કરી છે. એવામાં ગુજરાતમાં શહેરોના પેટ્રોલ પમ્પ સવારે 8 વાગ્યથી 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જ્યારે હાઈવે પર પેટ્રોલ પમ્પ 24 ખુલ્લા રાખવાની માર્ગદર્શિકા બહાર પાડી છે.

ગુજરાતના નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં કેટલીક શરતોને આધીને છૂટછાટ મળી છે. કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જર બેસાડવામાં આવશે. તો સલામત સવારી એવી એસટી બસને પણ સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જોકે, અમદાવાદમાં એસટી બસને પ્રવેશ અપાશે નહીં. ત્યારે હવે રાજ્યમાં પેટ્રોલ પમ્પ અને ઉદ્યોગો શરૂ કરવા અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં પેટ્રોલ પમ્પના સમયને લઈ નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. શહેરોમાં સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલપંપ ખુલ્લા રાખી શકાશે. જ્યારે હાઈ-વે પર 24 કલાક માટે પેટ્રોલપંપ ચાલુ રહેશે. આગામી 31મી મે સુધી આ નિયમ લાગુ રહેશે. સામાન્ય રીતે પેટ્રોલ પમ્પને પહેલા સવારે 8થી 4 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી હતી જેને વધારવામાં આવી છે.

કોરોના વાઈરસ અને લૉકડાઉનની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યમાં પેટ્રોલ પમ્પના સમયને લઈ નવી માર્ગદર્શિકા બહાર પાડવલામાં આવી છે. જેમાં પેટ્રોલ પમ્પ આજથી 31મી મે સુધી પેટ્રોલ સવારે 8.00થી સાંજે 6.00 કલાક સુધી જ મળશે. આ નિર્ણયનું પાલન લૉકડાઉન 31મી મે સુધી કરવાનું રહેશે. પેટ્રોલ પમ્પને પુરતો સ્ટોક રાખવા માટે પણ સૂચન અપાયા છે.

gujarat ahmedabad lockdown coronavirus covid19