ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિતઃ બે વર્ષમાં ૨૭૨૩ કેસ રેપ અને ગૅન્ગ-રેપના

12 March, 2020 02:12 PM IST  |  Gujarat

ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિતઃ બે વર્ષમાં ૨૭૨૩ કેસ રેપ અને ગૅન્ગ-રેપના

મારે પણ દીકરીઓ છે, મને પણ ચિંતા થાય છેઃ -પરેશ ધાનાણી

વિધાનસભામાં ચાલી રહેલી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં રેપ અને ગૅન્ગ-રેપ કેસ બાબતે પ્રશ્ન પુછાયો હતો જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ સરેરાશ ચાર રેપ અને ગૅન્ગ-રેપના કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ રેપના કેસ અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા કેસ ડાંગ જિલ્લામાં નોંધાયા છે.

વિપક્ષે રાજ્યમાં થયેલા રેપ અને ગૅન્ગ-રેપના કેસ વિશે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૭૨૩ રેપ અને ગૅન્ગ-રેપના કેસ નોંધાયા છે. તેમ જ કેટલાક કિસ્સાઓમાં રેપના આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે.

પ્રશ્નોત્તરી દરમિયાન જણાવવામાં આવેલા જિલ્લાવાર આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં ૫૪૦, સુરતમાં ૪૫૨, રાજકોટ ૧૫૮, બનાસકાંઠા ૧૫૦, વડોદરા ૧૩૯, કચ્છ ૧૨૮, અમરેલી ૮૧, દાહોદ ૭૬, ભાવનગર ૭૭, જૂનાગઢ ૬૫, પાટણ ૬૪, જામનગર ૫૬, સાબરકાંઠા ૫૬, ગીર-સોમનાથ ૫૦, પંચમહાલ ૪૯, સુરેન્દ્રનગર ૪૭, તાપી ૩૯, મહેસાણા ૩૯, વલસાડ ૩૮, મહીસાગર ૩૬, દેવભૂમિ-દ્વારકા ૩૫, છોટાઉદેપુર ૩૪, નર્મદા ૩૪, મોરબી ૩૪, ખેડા ૩૪, આણંદ ૩૨, ગાંધીનગર ૨૭, નવસારી ૨૫, પોરબંદર ૨૪, અરવલ્લી ૨૪, બોટાદ ૨૨, ડાંગ ૯ જેટલા રેપ અને ગૅન્ગ-રેપના કેસ નોંધાયા છે.

national news gujarat ahmedabad gandhinagar navsari surat