BJP નેતાની પૌત્રીના પ્રસંગ અંગે ગુજરાત હાઇકોર્ટે પોલીસને કર્યો આ સવાલ

02 December, 2020 01:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

BJP નેતાની પૌત્રીના પ્રસંગ અંગે ગુજરાત હાઇકોર્ટે પોલીસને કર્યો આ સવાલ

ગુજરાત હાઈકોર્ટ

આખા દેશમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે અને સરકારે આનાથી બચવા માટે લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો હતો. એનાથી લોકો એકબીજાના ઓછા સપંર્કમાં આવતા હતા અને કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ ગુજરાતમાં ગયા અઠવાડિયે ત્રણ દિવસનો નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. એના માટે ગુજરાત સરકાર પણ છે. મોટો શહેરોમાં હજી પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. માસ્ક વગરના લોકો પાસેથી પોલીસ દંડ વસૂલતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક નેતાએ સરકારની વ્યવસ્થાઓની ધજીયા ઉડાવી દીધી છે.

હાલ બીજેપીના નેતા કાંતી ગામિતે પૌત્રીની સગાઈમાં 6 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. એટલું જ નહીં એ સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સને પણ ભૂલીને લોકો જોરદાર ગરબા ઘૂમ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જો કે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટ પણ કડક બન્યો છે. મંગળવારે પોલીસે ભૂતપૂર્વ મંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ વીડિયોની તપાસના આદેશ આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આના વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે અને સરકારે શું પગલાં લીધા તેની જાણકારી માંગી હતી.

કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે ગુજરાતની મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ તેમના તમામ કાર્યક્રમોને કેન્સલ કરી રહ્યા છે. તે છતાં ભાજપના આ નેતા નિયલનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને જાહેર કાર્યક્રમ કરી રહ્યા છે.

gujarat ahmedabad coronavirus covid19 Gujarat BJP lockdown Vijay Rupani