Lockdown 4.0: ડુંગળી ખોદતાં દારુ મળ્યો, સુરતની ઘટના

20 May, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Lockdown 4.0: ડુંગળી ખોદતાં દારુ મળ્યો, સુરતની ઘટના

ટ્રક ઝડપાયા પછી પોલીસે દારુ, ટ્રક અને ડ્રાઇવર-ક્લિનર સહિત બધું જ પોતાના કબ્જામાં લઇ લીધું છે.

ગુજરાતમાં લૉકડાઉન 4.0માં મળેલી છૂટછાટની શું અસર થઇ છે તેનાથી આપણે વાકેફ જ છીએ પણ લતને આધારે માણસ કઇ હદે જઇ શકે છે તે આ સમાચાર પરથી સાબિત થાય છે. ૃ લૉકડાઉનમાં સહેજ છુટ મળી અને સુરત પાસે કોસંબા પોલીસને માહિતી મળી કે અમુક ચોક્કસ નંબરના ટ્રકમાં દારૂની હેરફેર થવાની છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટ્રક જોઇ અને ડ્રાઇવરને ટ્રોક થોભાવવા કહ્યું પણ ડ્રાઇવરે એમ ન કર્યું અને પછી પોલીસની ટીમે પીછો કરીને ભાટકોલ ગામનાં પાટિયા પાસે જ ટ્રક તથા ડ્રાઇવરને ઝડપી લીધા. ઉત્તરપ્રદેશનો રહેવાસી એવો આ ડ્રાઇવર તેના ટ્રકમાં 384 પેટી દારુ લઇને જઇ રહ્યો હતો, જેને સંતાડવા માટે 115 જેટલા કોથળા હતા જેમાં ડુંગળી ભરેલી હતી. દારૂના જથ્થાની કિંમત 23 લાખ રૂપિયા જેટલી થતી હતી. દારુ વિદેશી બ્રાન્ડનો હતો અને આ સપ્લાય કરનારા વિનોદ જેને વૉન્ટેડ જાહેર કરાયો. દારૂની લગભગ 4500થી વધુ બૉટલ્સ આ ટ્રકમાં છુપાવાયેલી હતી. આ દારુ ધવલ જયસ્વાલને ત્યાં ઉતરવાનો હતો જેને પણ વૉન્ટેડ જાહેર કરાયો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ આ હાલ છે અને આ ટ્રક ઝડપાયા પછી પોલીસે દારુ, ટ્રક અને ડ્રાઇવર-ક્લિનર સહિત બધું જ પોતાના કબ્જામાં લઇ લીધું છે.

gujarat surat Crime News lockdown