70 વર્ષમાં પહેલીવાર આજે રાત્રે નર્મદા બંધ વટાવશે ઐતિહાસિક સપાટી

14 September, 2019 02:28 PM IST  |  રાજપીપળા

70 વર્ષમાં પહેલીવાર આજે રાત્રે નર્મદા બંધ વટાવશે ઐતિહાસિક સપાટી

70 વર્ષમાં પહેલીવાર આજે રાત્રે નર્મદા બંધ વટાવશે ઐતિહાસિક સપાટી

નર્મદા ડેમ 70 વર્ષમાં પહેલી વાર આજે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચશે. ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 137.98 મીટર સુધી પહોંચી ગઈ છે. મહત્તમ સપાટી સુધી પહોંચવા માટે 70 સેમી જ બાકી છે. ડેમમાં હાલ 7 લાખ 48 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે 23 દરવાજા ખોલીને 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકના કારણે નદી કાંઠાના 175 ગામોને અલર્ટ કરી તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

PMના આગમનની તૈયારી
વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે નર્મદા બંધની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેમના દરવાજામાંથી બહાર નીકળતા પાણીના અવરોધ સમાન ઝાડી, ઝાંખરા,મોટા લાકડા કાઢવા માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારે પણ તેની તૈયારી શરૂ કરી દીધી છે. નર્મદા બંધની સ્થિતિ પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યાલયની સતત નજર છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

ગુજરાતને મળશે ભેટ!
રાજ્યને જળકટોકટીમાંથી ઉગારવા માટે તેમના જન્મદિવસે ખાસ ભેટ વડાપ્રધાન મોદી આપી શકે છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા અને મહાઆરતી કરવામાં આવશે તેવું પણ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છે.

gujarat narendra modi