Gujarat:CM રુપાણીનો કૉંગ્રેસ પર નિશાનો, જનતાએ પાર્ટીનો કર્યો અસ્વીકાર

27 February, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Gujarat:CM રુપાણીનો કૉંગ્રેસ પર નિશાનો, જનતાએ પાર્ટીનો કર્યો અસ્વીકાર

ફાઇલ ફોટો વિજય રુપાણી

ગુજરાતની છ ચૂંટણીઓમાં ભાજપે જીતની હેટ્રિક લગાડતા પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. 576 સીટમાંથી ભાજપને 409 પર જીત મળી ગઈ છે, તો કૉંગ્રેસને માત્ર 43 સીટ પર સફળતા મળી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ આવી છે અને સૂરતમાં 27 સીટ પર જીત મેળવી છે. તો શુક્રવારે વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, "કૉંગ્રેસ નેતૃત્વ (રાજ્યમાં) ખતમ થઈ ગયું છે. કૉંગ્રેસ પોતે ખતમ થઈ ગઈ છે. લોકો તેને વિપક્ષ હોવાને લાયક પણ નથી સમજતા, એકલા રહેનારાને સત્તામાં પણ નથી રહેવા દેતા. લોકોએ કૉંગ્રેસનો સંપૂર્ણપણે અસ્વીકાર કર્યો છે."

આ પહેલા ચૂંટણમાં વિજય મળતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "ચૂંટણીના પરિણામ હકીકતે પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાતમાં રાજકારણનો નવો યુગ, કરવામાં આવેલી વિકાસનું રાજકારણ અને જનતાના વિશ્વાસની જીત છે. મતાદાતારો અને ભાજપ કાર્યર્કતાઓને આ જીતની વધામણી. આ ગુજરાતના લોકોની જીત છે. ગુજરાતના લોકોએ વિશેષજ્ઞોને એ બતાવ્યું છે કે સત્તા વિરોધી લહેરનો સિદ્ધાંત અહીં લાગૂ પડતો નથી."

તો સૂરતમાં 27 સીટ પર મળેલી જીતનો આનંદ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે કહ્યું, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સૂરતમાં 27 સીટ પર વિજય મળવાની સાથે ગુજરાતવાસીઓએ રાજકારણના નવા યુગમાં પ્રવાસ કર્યો છે. આ માટે બધાને મનથી વધામણી. ગુજરાતની જનતા ભાજપ અને કૉંગ્રેસના રાજકારણથી કંટાળી છે, આ લોકો વિકલ્પ શોધી રહ્યા છે અને આપ તે વિકલ્પ બનીને ઉભર્યું છે. જનતા હવે કામના રાજકારણને મત આપી રહી છે."

gujarat Vijay Rupani municipal elections congress Gujarat Congress