Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનું પાણી ખેલૈયાના હરખ પર પાણી ન ફેરવે તો સારું!

26 September, 2022 04:39 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે.

પ્રતીકાત્મક તસવીર

આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. પરંતુ સાથે સાથે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ શરૂ થયા છે. આ વરસાદી પાણી ખેલૈયાઓના હરખ પર પાણી ના ફેરવે તો સારુ. કોરોનાને કારણે છેલ્લા 3 વર્ષની કસરને એક સાથે પુરી કરવા ખેલૈયાઓએ મહિના પહેલા તૈયારીઓ શરી કરી દીધી હતી. એવામાં આજે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.  

હવામાન વિભાગે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જો કે રાત્રે વરસાદની નહીંવત શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી શકે છે. અમદાવાદની વાત કરીએ તો પહેલા નોરતે જ ઓઢવ, વસ્ત્રાલ, રામોલ અને નિકોલમાં વરસાદે ખેલૈયાઓને નિરાશ કર્યા છે. 

પ્રથન નોરતે જ અમદાવાદ સિવાય વડોદરા અને અમરેલીમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. તો બીજી બાજુ જૂનાગઢમાં પણ વાદળો ઘેરાયા છે. વડોદરામાં ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સમા, સુભાનપુરા, સુભાનપુરા અને મકપુરામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે.  

આ પણ વાંચો:નવરાત્રી પ્રેરણા: શારીરિક વિકલાંગતા મનોબળ અને જુસ્સાને વિકલાંગ નથી કરી શકતી

ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો થતાં અમરેલી જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  ખાંભા સહિત ડેડાણ અને ધુંધવાણ ગામોમા પણ મેઘરાજાએ આગમન કર્યુ છે. ઉનાના કેટલાક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરમાં પણ મેહેલો પહોંચી ગયો છે. વરસાદને કારણે રસ્તાર પર પાણી વહેતા થઈ ગયા છે. આ સાથે ખેલૈયાઓનો ઉત્સાહમાં નિરાશામાં બદલાય ગયો છે. 

કોરોનાને કારણે છેલ્લા 3 વર્ષથી ખેલૈયાઓ ગરબા રમી શક્યા ન હોવાથી આ વર્ષે ખુબ જ હરખમાં હતાં.  જો કે ગત વર્ષે શેરી ગરબા યોજવા માટે સરકારે છૂટ આપી હતી, મોટા ગરબાનાં આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 

 

gujarat news ahmedabad Gujarat Rains vadodara