પશુપાલન મંત્રી બચુ ખાબડે લોચો માર્યોઃ નીતિન પટેલ તો ગૃહપ્રધાન છે

16 August, 2019 12:02 PM IST  |  પંચમહાલ

પશુપાલન મંત્રી બચુ ખાબડે લોચો માર્યોઃ નીતિન પટેલ તો ગૃહપ્રધાન છે

પશુપાલન મંત્રી બચુ ખાબડે લોચો માર્યો

પંચમહાલ જિલ્લાના શહેરામાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પશુપાલન મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો છે. બચુ ખાબડે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ૭ દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને ૧૭૦ની કલમ રદ કરીને હલ કર્યો છે. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે અમિત શાહને બદલે નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

પંચમહાલ જિલ્લાના શહેરામાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં ૩૭૦ને બદલે ૧૭૦ની કલમ રદ કરી એમ જણાવીને ભાંગરો વાટ્યો હતો અને પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે જણાવ્યું હતું કે આ દેશ પૂરા વિશ્વમાં મહાસત્તા બને એ દિશા તરફ વડા પ્રધાન મોદી અને દેશના અમારા ગૃહમંત્રી નીતિનભાઈ પટેલ બન્ને ગુજરાતના સપૂતોના નેતૃત્વમાં વિકાસની તરફ અને નવા ભારતના સ્થાપન માટે આગળ જઈ રહ્યો છે. આમ બચુ ખાબડે દેશના ગૃહમંત્રી અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.

gujarat Vijay Rupani