કચ્છમાં દૂધનું ઉત્પાદન ૪૦ ટકા ઘટયુ

17 May, 2019 11:52 AM IST  |  ભૂજ | રશ્મિન શાહ

કચ્છમાં દૂધનું ઉત્પાદન ૪૦ ટકા ઘટયુ

ચોમાસું નબળું જતાં કચ્છમાં દેખાઈ રહેલા દુષ્કાળની સીધી અસર વચ્ચે કચ્છમાં દૂધનું ઉત્પાદન છેલ્લા એક મહિનાથી એકધારું ઘટી રહ્યું છે, જે છેલ્લા અઠવાડિયે ઘટીને છેક ૪૦ ટકા સુધી નીચું આવી જતાં દૂધનો ભાવ વધારવો પડે એવા સંજોગ ઊભા થયા છે. દુષ્કાળને કારણે અગાઉ જ કુદરતની માર ખમી રહેલા કચ્છીઓ માટે ભાવવધારો બીજો ફટકો બની શકે. જોકે એ પછી પણ સરહદ ડેરીએ અનોખો નર્ણિય લઈને દૂધના ભાવ વધારવાને બદલે પશુપાલક પાસેથી દૂધની ખરીદીના ભાવ વધારીને પ્રતિલિટર દોઢ રૂપિયાનો વધારો આપ્યો છે.

સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે કહ્યું હતું કે પશુપાલકોની હાલત દયનીય છે ત્યારે તેમને સહકાર મળે એવું પગલું લેવું જોઈએ. પાંચ લાખ લિટર દૂધના ઉત્પાદન સામે અત્યારે ત્રણ લાખ લિટર દૂધનું ઉત્પાદન છે. આવા સમયે દૂધનું ઉત્પાદન વધે એ દિશામાં અમારે કામ કરવું છે. જો પશુપાલકોને સારી આવક થશે તોતેઓ પશુઓને પોષણક્ષમ આહાર આપી શકશે.

આ પણ વાંચોઃ સુરત પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની માતાને આપી ટ્રાફિક-વૉર્ડનની જૉબ

દૂધનું ઉત્પાદન વધારવાનો સરહદ ડેરીએ એક પ્રોગ્રામ બનાવ્યો છે જે અંતર્ગત ૨૦૨૨ના વર્ષ સુધીમાં કચ્છમાં ૭ લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

gujarat kutch news