સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ

17 May, 2019 04:43 PM IST  |  અમદાવાદ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં શુક્રવારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે બે ઈંચ વરસાદ પડ્યો.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. ગઈકાલે બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. જેમાં વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના


gujarat