Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવામાનમાં પલટાને કારણે ગરમી ઘટી, સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાનમાં પલટાને કારણે ગરમી ઘટી, સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી

17 May, 2019 08:03 AM IST | રાજકોટ

હવામાનમાં પલટાને કારણે ગરમી ઘટી, સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાનમાં પલટાને કારણે ગરમી ઘટી, સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી


ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં સવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવાયું હતું. ગુજરાતના હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જેને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું, ૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા રાહત અનુભવાઈ હતી. બીજી તરફ સાઇક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે હવામાં ભેજવાળું વાતાવરણ થયું હતું.

આ પણ વાંચોઃ હવે, રેનકોટ સાથે લઇને નીકળજો, આવતા અઠવાડિયા વરસાદની છે આગાહી



હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે. ત્યાર બાદ મહત્તમ તાપમાનનો પારો ૪૨-૪૩ ડિગ્રીએ પહોંચશે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી હતું, સુરેન્દ્રનગરમાં ૪૦.૩ ડિગ્રી હતું. બાકીનાં તમામ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીની નીચે નોંધાયું હતું. સ્કાયમેટની આગાહી પ્રમાણે કેરળમાં ૪ જૂનથી ચોમાસું બેસી જશે, જ્યારે ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં ૬ જૂને વરસાદ આવશે. અને ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની આગાહી થઈ છે, પણ જો ગરમી વધુ પડે તો ચોમાસામાં સારો વરસાદ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 08:03 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK