હાર બાદ ધાનાણીના મનની વાત, ઉઠાવ્યો આ સવાલ

24 May, 2019 05:16 PM IST  |  અમરેલી

હાર બાદ ધાનાણીના મનની વાત, ઉઠાવ્યો આ સવાલ

ધાનાણીનું દર્દ આવ્યું સામે

ગુજરાતની હાઈપ્રોફાઈલ લોકસભા બેઠકમાંથી એક અમરેલીથી ભાજપના નારણભાઈ કાછડિયા જીત્યા છે. કોંગ્રેસના પરેશ ધાનાણી સામે કાછડિયા 2 લાખ 4 હજાર 431 મતોથી જીત્યા. નારણ કાછડિયાને 5 લાખ 29 હજાર 35 મતો મળ્યા જ્યારે ધાનાણીને 3 લાખ 27 હજાર 604 મતો મળ્યા.

હાર બાદ ધાનાણીના મનની વાત
પોતાના ગઢ અમરેલીમાં ધાનાણીને કારમી હાર મળતા ધાનાણીનું દર્દ સામે આવ્યું છે. ધાનાણીએ ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે, '"દંભી રાષ્ટ્રવાદ"ના "ઝેરી ઈંજેક્શન"થી મોદી સાહેબે માણસના મગજને મૂર્છિત કરી દીધું હશે.?'
જુઓ નેતા વિપક્ષનું આ ટ્વીટ.


કોંગ્રેસને આ સીટ પાસેથી હતી આશા
2014માં ગુજરાતમાં ભાજપની લહેર હતી. તમામ બેઠકો ભાજપને મળી હતી. 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસને આ બેઠક પાસેથી આશા હતી. નેતા વિપક્ષને કોંગ્રેસે અહીંથી મેદાનમાં ઉતારીને મોટો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસને લાગતું હતું કે અહીંથી તેઓ જીતશે. પરંતુ તેમની આ આશા પુરી નથી થઈ. અને ધાનાણીને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

આ પણ વાંચોઃ નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ

gujarat Paresh Dhanani Gujarat Congress Gujarat BJP