નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ

Updated: May 31, 2019, 17:23 IST | Shilpa Bhanushali
 • સામાજિક કાર્યકર્તા શ્રેયસ જોશી કહી રહ્યા છે કે એજ્યુકેશનનું ક્ષેત્ર સરકાર માટે પ્રાથમિક્તા હોવું જોઈએ. કેન્દ્ર સરકારે હવે બીજી ટર્મમાં એજ્યુકેશન પર ભાર મૂકવાની જરૂર છે. ક્વોલિટી એજ્યુકેશન માટે સરકારે કામ કરવું જોઈએ. અને અંતરિયાળ વિસ્તારોમાઁ આરોગ્ય સુવિધાઓ વધારવાની પણ જરૂરી છે.

  સામાજિક કાર્યકર્તા શ્રેયસ જોશી કહી રહ્યા છે કે એજ્યુકેશનનું ક્ષેત્ર સરકાર માટે પ્રાથમિક્તા હોવું જોઈએ. કેન્દ્ર સરકારે હવે બીજી ટર્મમાં એજ્યુકેશન પર ભાર મૂકવાની જરૂર છે. ક્વોલિટી એજ્યુકેશન માટે સરકારે કામ કરવું જોઈએ. અને અંતરિયાળ વિસ્તારોમાઁ આરોગ્ય સુવિધાઓ વધારવાની પણ જરૂરી છે.

  1/14
 • આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના Ph. D. સ્કોલર રાજ પોપટના કહેવા અનુસાર ખેડૂતોને પાકના પુરા ભાવ નથી મળી રહ્યા. જેથી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ખેડૂતોને આપવામાં આવતા ટેકાના ભાવને વધારવાની જરૂર છે. સાથે જે તેમના કહેવા પ્રમાણે ડીફેન્સ સેક્ટરના પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા છે. એરફોર્સને જેટલા સાધનો અને વિમાનોની જરૂર છે તેના ડીમાન્ડ અને સપ્લાય વચ્ચે ઘણું અંતર છે. જેના કારણે પ્રોડક્શન વધારવાની જરૂર છે. સાથે જ યુવાન તરીકે મારું કહેવું છે કે સરકાર રોજગારીની તકોના સર્જન પર વધારે ધ્યાન આપવું જોઈએ.

  આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના Ph. D. સ્કોલર રાજ પોપટના કહેવા અનુસાર ખેડૂતોને પાકના પુરા ભાવ નથી મળી રહ્યા. જેથી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ખેડૂતોને આપવામાં આવતા ટેકાના ભાવને વધારવાની જરૂર છે. સાથે જે તેમના કહેવા પ્રમાણે ડીફેન્સ સેક્ટરના પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા છે. એરફોર્સને જેટલા સાધનો અને વિમાનોની જરૂર છે તેના ડીમાન્ડ અને સપ્લાય વચ્ચે ઘણું અંતર છે. જેના કારણે પ્રોડક્શન વધારવાની જરૂર છે. સાથે જ યુવાન તરીકે મારું કહેવું છે કે સરકાર રોજગારીની તકોના સર્જન પર વધારે ધ્યાન આપવું જોઈએ.

  2/14
 • IT પ્રોફેશન સાથે સંકળાયેલા રાહી શાહના માનવા પ્રમાણે આપણી સરકારે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હજુ વધુ કામ કરવાની જરૂર છે. તેઓ કહે છે કે, 'મોદી સરકાર ટેક્નિકલી સ્ટ્રોન્ગ હોવી જોઈએ. તેઓ ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપે કારણ કે આ ફિલ્ડમાં ભારત બહુ જ પાછળ છે. ભારતના યુવાનો પાસે ટેલેન્ટ છે. તેને પ્રમોટ કરવાની જરૂર છે.'

  IT પ્રોફેશન સાથે સંકળાયેલા રાહી શાહના માનવા પ્રમાણે આપણી સરકારે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હજુ વધુ કામ કરવાની જરૂર છે. તેઓ કહે છે કે, 'મોદી સરકાર ટેક્નિકલી સ્ટ્રોન્ગ હોવી જોઈએ. તેઓ ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપે કારણ કે આ ફિલ્ડમાં ભારત બહુ જ પાછળ છે. ભારતના યુવાનો પાસે ટેલેન્ટ છે. તેને પ્રમોટ કરવાની જરૂર છે.'

  3/14
 • સીનિયર અકાઉન્ટન્ટ મેનેજર સુરેન્દ્ર શાહના કહેવા પ્રમાણે, સૌથી પહેલા તો જાતિ પ્રમાણેની અનામત નાબૂત થવી જોઈએ. આર્થિક આધાર પર અનામત હોવી જોઈએ. સાથે જ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, જેઓ ભણવામાં હોશિયાર હોય તેને ફ્રીમાં ભણાવવા જોઈએ. અને ભણ્યા બાદ એ વિદ્યાર્થી 5 કે 10 વર્ષ સુધી દેશમાં જ રહેવો જોઈએ. સાથે તેમનું એવું પણ કહેવું છું કે લોકસભા અને વિધાસભાના સભ્યોને પગાર તો મળે છે તો બાકીના વસ્તુઓ ફ્રી ન હોવી જોઈએ. અને પ્રાઈવેટ કંપની અને પેઢીમાં માણસોને મિનિમમ વેતન હોવું જોઈએ.

  સીનિયર અકાઉન્ટન્ટ મેનેજર સુરેન્દ્ર શાહના કહેવા પ્રમાણે, સૌથી પહેલા તો જાતિ પ્રમાણેની અનામત નાબૂત થવી જોઈએ. આર્થિક આધાર પર અનામત હોવી જોઈએ. સાથે જ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, જેઓ ભણવામાં હોશિયાર હોય તેને ફ્રીમાં ભણાવવા જોઈએ. અને ભણ્યા બાદ એ વિદ્યાર્થી 5 કે 10 વર્ષ સુધી દેશમાં જ રહેવો જોઈએ. સાથે તેમનું એવું પણ કહેવું છું કે લોકસભા અને વિધાસભાના સભ્યોને પગાર તો મળે છે તો બાકીના વસ્તુઓ ફ્રી ન હોવી જોઈએ. અને પ્રાઈવેટ કંપની અને પેઢીમાં માણસોને મિનિમમ વેતન હોવું જોઈએ.

  4/14
 • નિવૃત A.S.I.જીતેન્દ્ર બી ભટ્ટનું કહેવું છે કે, નિવૃત્ત કર્મચારીની સરકાર પાસેની અપેક્ષાઓ છે. નિવૃત થયા બાદ જે નાના કર્મચારીને ખુબ જ ઓછું પેન્શન મળે છે.જેમાં વધારો કરવો જરુરી છે.તેમજ મેડીકલ સારવાર તેને તથા તેના કુટુંબના સભ્યોને મળી રહે જેથી તેને ખર્ચમાં રાહત રહે કારણ કે હાલમાં ઘણા ખરા કર્મચારીઓ નિવૃત થયા બાદ શરીર કમજોર હોય છે જેથી પોતાના કુટુંબ માટે વધુ કોઈ પ્રઈવેટ નોકરીમાં કરી શકતા નથી. માટે આ દરમ્યાન પોતાના કુંટુંબ ભરણ પોષણ કરવુ મુશ્કેલ હોય છે. જેથી હુ એક સરકારશ્રી અંગત ધ્યાન આપી નિવૃત કર્મચારીઓને મદદરૂપ બને તેવી અપીલ કરું છું .જેથી તેની નિવૃતીનું આયુષ્ય શાંતિથી પસાર થાય.

  નિવૃત A.S.I.જીતેન્દ્ર બી ભટ્ટનું કહેવું છે કે, નિવૃત્ત કર્મચારીની સરકાર પાસેની અપેક્ષાઓ છે. નિવૃત થયા બાદ જે નાના કર્મચારીને ખુબ જ ઓછું પેન્શન મળે છે.જેમાં વધારો કરવો જરુરી છે.તેમજ મેડીકલ સારવાર તેને તથા તેના કુટુંબના સભ્યોને મળી રહે જેથી તેને ખર્ચમાં રાહત રહે કારણ કે હાલમાં ઘણા ખરા કર્મચારીઓ નિવૃત થયા બાદ શરીર કમજોર હોય છે જેથી પોતાના કુટુંબ માટે વધુ કોઈ પ્રઈવેટ નોકરીમાં કરી શકતા નથી. માટે આ દરમ્યાન પોતાના કુંટુંબ ભરણ પોષણ કરવુ મુશ્કેલ હોય છે. જેથી હુ એક સરકારશ્રી અંગત ધ્યાન આપી નિવૃત કર્મચારીઓને મદદરૂપ બને તેવી અપીલ કરું છું .જેથી તેની નિવૃતીનું આયુષ્ય શાંતિથી પસાર થાય.

  5/14
 • નવસારીમાં રહેતા હાઉસવાઈફ ભૂમિકા પટેલનું માનવું છે કે,'મોદી સરકાર હવે જ્યારે બીજી વાર સત્તામાં આવી છે, ત્યારે રોજગારી એ તેમનું પહેલું લક્ષ્ય હોવી જોઈએ. મોદી સરકારે બેરોજગારોને રોજગારી આપવી જોઈએ. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરવું જોઈએ. સરકારી નોકરીમાં કરાર પર કામ કરતા લોકોને કાયમી કરવા જોઈએ.'


  નવસારીમાં રહેતા હાઉસવાઈફ ભૂમિકા પટેલનું માનવું છે કે,'મોદી સરકાર હવે જ્યારે બીજી વાર સત્તામાં આવી છે, ત્યારે રોજગારી એ તેમનું પહેલું લક્ષ્ય હોવી જોઈએ. મોદી સરકારે બેરોજગારોને રોજગારી આપવી જોઈએ. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરવું જોઈએ. સરકારી નોકરીમાં કરાર પર કામ કરતા લોકોને કાયમી કરવા જોઈએ.'

  6/14
 • રાજકોટના બિઝનેસમેન અર્પિત ગણાત્રાના કહેવા અનુસાર, સરકારે સૌથી પહેલા તો પેટ્રોલના ભાવને કાબૂમાં લેવાની જરૂર છે. કારણ તે પેટ્રોલ સામાન્ય માણસની મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે. સાથે જ રોજગારી વધવી જોઈએ. અર્પિતનું એવું પણ કહેવું છે કે સરકાર નોટબંધી અને GSTની જેમ જે પણ પગલું લે તેને પ્લાનિંગ સાથે લેવું જોઈએ જેથી સામાન્ય માણસને ઓછી તકલીફ પડે. સરકારે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સહિતની યોજનાઓ શરૂ તો કરી પરંતુ તેનો જોઈએ એટલો અમલ નથી થયો. તેના પર કામ કરવાની જરૂર છે.

  રાજકોટના બિઝનેસમેન અર્પિત ગણાત્રાના કહેવા અનુસાર, સરકારે સૌથી પહેલા તો પેટ્રોલના ભાવને કાબૂમાં લેવાની જરૂર છે. કારણ તે પેટ્રોલ સામાન્ય માણસની મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે. સાથે જ રોજગારી વધવી જોઈએ. અર્પિતનું એવું પણ કહેવું છે કે સરકાર નોટબંધી અને GSTની જેમ જે પણ પગલું લે તેને પ્લાનિંગ સાથે લેવું જોઈએ જેથી સામાન્ય માણસને ઓછી તકલીફ પડે. સરકારે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સહિતની યોજનાઓ શરૂ તો કરી પરંતુ તેનો જોઈએ એટલો અમલ નથી થયો. તેના પર કામ કરવાની જરૂર છે.

  7/14
 • સીએ સાગર ભદ્રાના મત અનુસાર "નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં જે સામાન્ય લોકો ઘર ખરીદી શકતા નથી તેમની માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી છે તેનાથી રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થયો છે એટલું જ નહીં RERA કાયદાથી જેમ સામાન્ય લોકોને પણ ફાયદો થાય છે આવા જ કાયદાઓની જ્યાં જરૂર છે ત્યાં લાગુ કરવા માટે નક્કર નિર્ણયો લે તેવી અપેક્ષા છે. આ માટે અમે તેમની સાથે છીએ, અને આ બાબતે હજી પણ પગલાં લેવાની જરૂર છે" 

  સીએ સાગર ભદ્રાના મત અનુસાર "નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં જે સામાન્ય લોકો ઘર ખરીદી શકતા નથી તેમની માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી છે તેનાથી રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થયો છે એટલું જ નહીં RERA કાયદાથી જેમ સામાન્ય લોકોને પણ ફાયદો થાય છે આવા જ કાયદાઓની જ્યાં જરૂર છે ત્યાં લાગુ કરવા માટે નક્કર નિર્ણયો લે તેવી અપેક્ષા છે. આ માટે અમે તેમની સાથે છીએ, અને આ બાબતે હજી પણ પગલાં લેવાની જરૂર છે" 

  8/14
 • ઘાટકોપરમાં રહેતી વિદ્યાર્થિની ભવિ ગાંધી કહે છે કે, "ગત પાંચ વર્ષોમાં જેમ ભાજપ સરકારે ભ્રષ્ટાચારને લઇને નોટબંધી જેવા નક્કર પગલાં લીધા છે, તો શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફારોની જરૂર છે તે માટે નક્કર નિર્ણયોની અપેક્ષા છે. તેમજ નોકરીલક્ષી કૉર્સને પ્રાધાન્ય અપાય તેવા નિયમો તથા વિદ્યાર્થીઓ માટે પણ અમુક ટકા અનામત હોય તો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળ દરમિયાન અનુભવ મળી રહે તેથી તેને ભણતર પૂરું થયા પછી નોકરી સરળતાથી મળી જાય." 

  ઘાટકોપરમાં રહેતી વિદ્યાર્થિની ભવિ ગાંધી કહે છે કે, "ગત પાંચ વર્ષોમાં જેમ ભાજપ સરકારે ભ્રષ્ટાચારને લઇને નોટબંધી જેવા નક્કર પગલાં લીધા છે, તો શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફારોની જરૂર છે તે માટે નક્કર નિર્ણયોની અપેક્ષા છે. તેમજ નોકરીલક્ષી કૉર્સને પ્રાધાન્ય અપાય તેવા નિયમો તથા વિદ્યાર્થીઓ માટે પણ અમુક ટકા અનામત હોય તો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળ દરમિયાન અનુભવ મળી રહે તેથી તેને ભણતર પૂરું થયા પછી નોકરી સરળતાથી મળી જાય." 

  9/14
 • મુલુંડમાં રહેતા સાગર ચોટલિયાનું કહેવું છે કે "મોદી સરકાર ખૂબજ સારા કામો કરી રહી છે ત્યારે શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી અનુકૂળ વિવિધ સુધારણા તેમજ ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપવું. યુવાનોને સસ્તાં દરે સરળતાભેર વિવિધ લૉનની સુવિધા આપવી  તેમજ દેશમાં રહેતાં ભાડૂતોને તેમના અધિકૃત દસ્તાવેજો માટે થતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરાય તેવી અપેક્ષા છે."

  મુલુંડમાં રહેતા સાગર ચોટલિયાનું કહેવું છે કે "મોદી સરકાર ખૂબજ સારા કામો કરી રહી છે ત્યારે શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી અનુકૂળ વિવિધ સુધારણા તેમજ ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપવું. યુવાનોને સસ્તાં દરે સરળતાભેર વિવિધ લૉનની સુવિધા આપવી  તેમજ દેશમાં રહેતાં ભાડૂતોને તેમના અધિકૃત દસ્તાવેજો માટે થતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરાય તેવી અપેક્ષા છે."

  10/14
 • કાંદિવલીમાં રહેતા અંજલી શાહ શિક્ષક તરીકે પોતાની અપેક્ષાઓ રજૂ કરતાં કહે છે કે, "જેવી રીતે ભારતમાં એક ટેક્સ પદ્ધતિ અપનાવી છે તેમજ એક શિક્ષણ પદ્ધતિ હોવી જોઇએ. તેમજ અનામત કાઢી નાંખવું જોઇએ અને રામ મંદિર બાબરી મસ્જિદ જેવા વિવાદિત મુદ્દાનો હલ કરવા માટે ત્યાં મેદાન બનાવીને શાળાનું નિર્માણ કરવું જોઈએ, અને ત્યાંથી જ એક શિક્ષણ પદ્ધતિ શરૂ થાય તેવા નકકર નિર્ણયો લેવા જોઈએ. "

  કાંદિવલીમાં રહેતા અંજલી શાહ શિક્ષક તરીકે પોતાની અપેક્ષાઓ રજૂ કરતાં કહે છે કે, "જેવી રીતે ભારતમાં એક ટેક્સ પદ્ધતિ અપનાવી છે તેમજ એક શિક્ષણ પદ્ધતિ હોવી જોઇએ. તેમજ અનામત કાઢી નાંખવું જોઇએ અને રામ મંદિર બાબરી મસ્જિદ જેવા વિવાદિત મુદ્દાનો હલ કરવા માટે ત્યાં મેદાન બનાવીને શાળાનું નિર્માણ કરવું જોઈએ, અને ત્યાંથી જ એક શિક્ષણ પદ્ધતિ શરૂ થાય તેવા નકકર નિર્ણયો લેવા જોઈએ. "

  11/14
 • અમદાવાદમાં બેન્કમાં કામ કરતા જગત પટેલનું માનવું છે કે, "સેલરી રીવિઝન અને અન્ય પ્રશ્નોને લઇને અરજી કરાઇ છે તે સ્વીકારાય. તેને લઇને નિર્ણયો લેવાય તેવી અપેક્ષા છે તેમજ સરકારી કર્મચારીઓેને જે સ્કીમ્સ મળે છે તેવા અન્ય બેન્ક એમપ્લોઇઝને મળતી નથી તો તેમને પણ મળે તેમને પણ લાભ થાય" એવી અપેક્ષા રાખે છે. 

  અમદાવાદમાં બેન્કમાં કામ કરતા જગત પટેલનું માનવું છે કે, "સેલરી રીવિઝન અને અન્ય પ્રશ્નોને લઇને અરજી કરાઇ છે તે સ્વીકારાય. તેને લઇને નિર્ણયો લેવાય તેવી અપેક્ષા છે તેમજ સરકારી કર્મચારીઓેને જે સ્કીમ્સ મળે છે તેવા અન્ય બેન્ક એમપ્લોઇઝને મળતી નથી તો તેમને પણ મળે તેમને પણ લાભ થાય" એવી અપેક્ષા રાખે છે. 

  12/14
 • બોરીવલી વેસ્ટમાં રહેતા રત્ના પીયુષને મોદી સરકાર પાસેથી અપેક્ષા છે કે "તેમણે જે રીતે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે તેમ જ તે હવે ગ્રીન ઇન્ડિયા અભિયાન મોટા પાયે શરૂ કરવામાં આવે. તેમજ જે નાના નાના ધોરણે સોલાર સિસ્ટમનો ઉપયોગ શાળા અને કૉલેજમાં ફરજિયાત છે તે મોટા ઘોરણે શરૂ કરવામાં આવે. તથા રોજગાર મળી રહે તે માટે જે પગલાં લેવાય છે તે બાબતે વધુ જરૂરી ગાઇડન્સ પૂરા પાડવામાં આવે."

  બોરીવલી વેસ્ટમાં રહેતા રત્ના પીયુષને મોદી સરકાર પાસેથી અપેક્ષા છે કે "તેમણે જે રીતે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે તેમ જ તે હવે ગ્રીન ઇન્ડિયા અભિયાન મોટા પાયે શરૂ કરવામાં આવે. તેમજ જે નાના નાના ધોરણે સોલાર સિસ્ટમનો ઉપયોગ શાળા અને કૉલેજમાં ફરજિયાત છે તે મોટા ઘોરણે શરૂ કરવામાં આવે. તથા રોજગાર મળી રહે તે માટે જે પગલાં લેવાય છે તે બાબતે વધુ જરૂરી ગાઇડન્સ પૂરા પાડવામાં આવે."

  13/14
 • અમદાવાદના એક્ટર તેજસ ગઢવીનું કહેવું છે કે,'સૌથી પહેલા તો ટેક્સમાં રિલેક્સેશન મળવું જોઈએ.પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. ખાવા પીવાની વસ્તુઓ ખેડૂતો સીધા વેપારીઓને કે સામાન્ય લોકોને વેચી શકે એવી સિસ્ટમ બનાવવી જોઈએ, જેથી ખેડૂતોને ભાવ મળે અને લોકોને અનાજ સસ્તું પડે. અનાજનું સ્ટોરેજ કરવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. જેથી કરોડો ટન અનાજ સડી ના જાય.'

  અમદાવાદના એક્ટર તેજસ ગઢવીનું કહેવું છે કે,'સૌથી પહેલા તો ટેક્સમાં રિલેક્સેશન મળવું જોઈએ.પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. ખાવા પીવાની વસ્તુઓ ખેડૂતો સીધા વેપારીઓને કે સામાન્ય લોકોને વેચી શકે એવી સિસ્ટમ બનાવવી જોઈએ, જેથી ખેડૂતોને ભાવ મળે અને લોકોને અનાજ સસ્તું પડે. અનાજનું સ્ટોરેજ કરવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. જેથી કરોડો ટન અનાજ સડી ના જાય.'

  14/14
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં ફિર એકવાર મોદી સરકાર રચાઈ ગઈ છે.  આ વખતે પણ સરકાર કેટલાક મહત્વના નિર્ણયો લેશે. ત્યારે ચાલો જાણીએ મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતીઓ શું ઈચ્છે છે ? ગુજરાતી મિડ ડે સાથે ખાસ વાતચીત દરમિયાન કેટલાક ગુજરાતીઓએ ભાજપ સરકાર પાસેથી પોતાને આવી અપેક્ષાઓ છે તે જણાવ્યું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK