કચ્છ: માનકુવા નજીક ત્રિપલ અકસ્માત , 7 લોકોના માત

15 July, 2019 04:38 PM IST  | 

કચ્છ: માનકુવા નજીક ત્રિપલ અકસ્માત , 7 લોકોના માત

(ફોટો: ANI)

ગુજરાતમાં અકસ્માતનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. કચ્છના માનકુવા નજીક ડાકડાઈ ગામ પાસે 3 વાહનો ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ત્રિપલ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માનકુવા નજીક માતાના મઢ તરફ જઈ રહેલા ટ્રકનો રીક્ષા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માત પછી ટ્રકનો ડ્રાઈવર નાસી પાસ થયો છે.

અકસ્માત થતા રીક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું અને આવી જ હાલત બાઈકની પણ થઈ હતી. અકસ્માતના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળ્યા હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો ધીમી ગતિએ વાહન આગળ વધારવું પડ્યું હતું.રીક્ષા પાસે લાશો અને ઈજાગ્રસ્તોઈજાગ્રસ્તોને ભૂજના જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

અકસ્માતમાં રીક્ષામાં ફસાયેલા લોકોને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. ફરાર ટ્રક ડ્રાઈવરની પણ શોધ કરવામાં આવી છે. હાલ આ અકસ્માત કઈ રીત થયો ખાસ માહિતી મળી નથી.

gujarat gujarati mid-day