ગુજરાતમાં સિંહની વસ્તીમાં વધારો, સિંહણે આપ્યો પાંચ બચ્ચાને જન્મ

10 May, 2019 04:08 PM IST  |  અમરેલી

ગુજરાતમાં સિંહની વસ્તીમાં વધારો, સિંહણે આપ્યો પાંચ બચ્ચાને જન્મ

ગુજરાતમાં સિંહની વસ્તીમાં વધારો


એશિયાટિક લાયનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલીના ખાંભા રેન્જની ભાવરડી અને રાણીગપરા વચ્ચેની ડુંગરમાળામાં પાંચ સિંહબાળનો જન્મ થયો છે. ખાંભા રેન્જમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.

સામાન્ય રીતે સિંહણની કૂખે ત્રણ કે ચાર સિંહ બાળ જન્મતા હોય છે. ત્યારે આ સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો છે. નવ વિભાગે સ્થળ પર પહોંચીને સિંહણની દેખરેખ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં દસથી વધુ સિંહબાળ જન્મ્યા છે. વનવિભાગ છેલ્લા કેટલાક સમયથી સિંહોના સંરક્ષણની કામગીરી કરી રહ્યું છે. ગયા વર્ષે  વાયરસના કારણે સિંહોના મોત થતા સિંહની વસ્તી ઘટી હતી. જો કે સિંહબાળનો જન્મ થતા સિંહોની સંખ્યા વધી રહી છે.

gujarat