કડીઃ દલિત યુવકને ઘોડી પર બેસાડતા 40 પરિવારનો સામાજિક બહિષ્કાર

09 May, 2019 05:55 PM IST  |  કડી

કડીઃ દલિત યુવકને ઘોડી પર બેસાડતા 40 પરિવારનો સામાજિક બહિષ્કાર

દલિત યુવકને ઘોડી પર બેસાડતા 40 પરિવારનો સામાજિક બહિષ્કાર(પ્રતિકાત્મક તસવીર)

ઉત્તર ગુજરાતના કડી ગામના લોર ગામમાં એક યુવકને ઘોડી પર બેસાડવાને લઈને વિવાદ થયો. જે બાદ સવર્ણ સમાજે અનુસૂચિત જાતિના 40 પરિવારોનો સામાજિક બહિષ્કાર કર્યો, જે બાદ ગામમાં તેમનું રહેવું મુશ્કેલ થઈ ગયુ.

નાયબ મુખ્યમંત્રીના વિસ્તારની ઘટના
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તારની આ ઘટના છે. જેમાં બે દિવસ પહેલા એ અનુસૂચિત જાતિના યુવકને ઘોડી પર બેસાડીને બેંડ વાજા સાથે તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગામના સવર્ણ સમાજના લોકો સાથે તેમની બોલાચાલી પણ થઈ.આ બાદ કથિત સવર્ણ સમાજના લોકોએ અનુસૂચિત જાતિના લોકો માટે જાહેર કૂવા, તળાવ અને નળમાંથી પાણી લેવાનો, તેમને દૂધ અને અન્ય સામગ્રી વેચવા પર પ્રતિબંધ લગાવી છે.

દલિત પરિવારો મુશ્કેલીમાં
સામાજિક બહિષ્કાર બાદ દલિત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લોર ગામથી તેમને મહેસાણા કે કડી જવા માટે રીક્શા પણ નથી રહી. આ પરિવારો માટે ભોજન અને પાણીનું પણ સંકટ ઉભું થઈ ગયું છે.

સામાજિક ન્યાય મંત્રીનું નિવેદન
ઘટના બાદ રાજ્યના સામાજિક ન્યાય મંત્રી ઈશ્વરભાઈ પરમારે કહ્યું કે, ઘટનાની સૂચના મળતા પોલીસ અને તંત્રએ તેની તપાસ શરૂ કરી દીધી છે. વિભાગના અધિકારીઓનો અહેવાલ આવતા જ આ મામલે ન્યાયિક કાર્રવાઈ કરવામાં આવશે. કોંગ્રેસના શાસનમાં પોલીસ રીપોર્ટ પણ દાખલ નહોતો થતો, આજે દલિતો પોતાની વાત કહી શકે છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં સિંહ-સિંહણની જોડી આપવાની રૂપાણીએ આપી મંજૂરી

કોંગ્રેસ અને ભાજપ દલિતોની રક્ષા કરવામાં નિષ્ફળઃ મેવાણી
રાજસ્થાનમાં દલિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મનો કિસ્સો હોય કે ગુજરાતના કડીમાં દલિત પરિવારોનું રાશન-પાણી બંધ કરવાની ઘટના. કોંગ્રેસ અને ભાજપની સરકાર દલિતોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફલ રહી છે. સરકાર આવી ઘટનાઓની નિંદા પણ નથી કરી રહી. સરકાર ખાલી તપાસ કરાવે છે. અને બાદમાં તેનો રિપોર્ટ પણ દબાવી દે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સામાજિક ન્યાયમંત્રી ઈશ્વર પરમારે એ ગામમાં જઈ સમાજના લોકો સાથે વાત કરવી જોઈએ. સરકારનો ચેતવણી આપ્યા બાદ પણ તેમણે સાવચેતીના કોઈ જ પગલા ન લીધા.

gujarat Jignesh Mevani