ગીરના સાવજોની ગર્જના હવે UPમાં સાંભળવા મળશે, સ્થળાંતરને મળી મંજૂરી

07 May, 2019 02:02 PM IST  |  જૂનાગઢ

ગીરના સાવજોની ગર્જના હવે UPમાં સાંભળવા મળશે, સ્થળાંતરને મળી મંજૂરી

તસવીર સૌજન્યઃપ્રણવ નાયક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર)

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બની રહેલા નવા ઝૂમાં મુલાકાતીઓ ગીરના સિંહોને નિહાળી શકશે. ગીરના સિંહોને ઉત્તર પ્રદેશ મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.

8 સિંહોનું થશે સ્થળાંતર
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેતા 8 સિંહોને ગોરખપુર મોકલવામાં આવશે. જેમાં 2 નર અને 6 માદા સિંહણનો સમાવેશ થાય છે. સિંહોને વિમાન માર્ગે અથવા તો રસ્તા મારફતે લઈ જવામાં કે કેમ તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

ગીરના સિંહોને સાચવવા ખાસ તૈયારી
ગીરના સિંહોના સ્થળાંતરને મંજૂરી મળી છે. અને તેને સાચવવા માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. ગોરખપુરમાં તૈયાર થઈ રહેલા શહીદ અશફાક ઉલ્લાહ ખાં ઝૂમાં ખાસ 750 વર્ગ મીટરનું પિંજરું બનાવવામાં આવી રહ્યું છે.

junagadh gujarat uttar pradesh