દેશમાં પવનમાંથી ઊર્જા મેળવનારા રાજ્યોમાં ગુજરાત મોખરે

17 June, 2021 06:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઈ છે.

પ્રતીકાત્મક ફોટો

ગુજરાતમાં ઠેર ઠેર દેખાતી પવનચક્કીઓ એ વાતની પુષ્ટી કરી છે કે રાજ્યમાં મહદઅંશે ઊર્જામેળવવા માટે પવનના સ્ત્રોતનો ઉપયોગ થઈ રહ્યો છે.  કેટલાય દેશો વિન્ડ એનર્જી પર કામ કરી રહ્યા છે. જેમાં  ગુજરાત મોખરે રહ્યું છે. 

વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી વધારવા પ્રયાસો કરવામાં આવે છે. જે વિન્ડ પાવર પ્રોજેક્ટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત સૌથી મોખરે છે.

કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઈ છે.  જ્યારે તામિલનાડુમાં 303 મેગાવોટ, રાજસ્થાનમાં 27  મેગાવોટ, આંધ્રપ્રદેશમાં 4 મેગાવોટ  અને કર્ણાટકમાં 148 મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે જ ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી 7541.5 મેગાવોટથી વધીને 8561.5 મેગાવોટ થઇ છે. 

જોકે દેશમાં વિન્ડ પાવર જનરેશન કેપેસિટીમાં તામિલનાડુ રાજય પ્રથમ  નંબર પર છે. આ રાજ્યમાં કુલ કેપેસિટી 10 હજાર મેગાવોટ સુધી પહોંચવાની તૈયારી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિન્ડ પાવર પ્રોજેક્ટમાં જનરેશન કેપેસિટી 4900 મેગાવોટ સુધી પહોંચી છે. 

ભાજપ શાસિત રાજ્યોમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ એવા છે કે જ્યાં પાવર જનરેશન કેપેસિટીમાં વધારો થઇ રહ્યો છે.  આ ઉપરાંત આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરળ જેવા રાજ્યોમાં પણ પાવર જનરેશન કેપેસિટી વધુ છે.  

gujarat news gujarati mid-day gujarat