રાજ્યના 11 જિલ્લામાં બનશે નવા 16 પોલીસ સ્ટેશન, ગૃહવિભાગે આપી મંજૂર

21 July, 2019 03:54 PM IST  |  ગાંધીનગર

રાજ્યના 11 જિલ્લામાં બનશે નવા 16 પોલીસ સ્ટેશન, ગૃહવિભાગે આપી મંજૂર

રાજ્યના 11 જિલ્લામાં બનશે નવા 16 પોલીસ સ્ટેશન

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવી છે. 11 જિલ્લામાં નવા 16 PI કક્ષાના પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે 8 જિલ્લાના PSI સ્તરના પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને PI સ્તરન કરવાની ગૃહ વિભાગે મંજૂરી આપી છે. નવી 7 આઉટ પોસ્ટ અલગ અલગ 7 જિલ્લાઓમાં બનાવવાની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.

ક્યા બનશે નવા પોલીસ સ્ટેશન

અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી., કચ્છ પશ્વિમ, ભૂજના મુન્દ્રા તાલુકાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા, છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ આવેલા), જુનાગઢના સાસણ ગીર, દાહોદના બી. ડીવીઝન, પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા ગ્રામ્ય, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યમાં  બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન અને ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન  બનાવવામાં આવશે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે એમ કુલ-૧૧ જિલ્લાના ૧૬ નવા પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.  

ક્યા પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયા

અમદાવાદ ગ્રામ્યના બાવળા ટાઉન, અમરેલીના બાબરા, આણંદના ખંભાત રૂરલ,  કચ્છ પશ્વિમ, ભૂજના નખત્રાણા, ખેડા-નડિયાદના મહેમદાવાદ, ગાંધીનગરના માણસા, વડોદરા રૂરલના વાઘોડીયા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન એમ કુલ હાલના ૦૮ જિલ્લામાં ૦૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાશે.

આ પણ જુઓઃ માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ

તો નવી આઉટ પોસ્ટ અમદાવાદ ગ્રામ્યમાં હાસલપુર, આણંદમાં કરમસદ,  ગીર સોમનાથમાં પ્રાચી,  તાપી-વ્યારામાં ખરેડી,
બોટાદમાં સારંગપુર, રાજકોટ ગ્રામ્યમાં ખોડલધામ સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પીટલ ચોકી આમ કુલ 7 જિલ્લાઓમાં મંજૂર કરવામાં આવી છે.