PUBG પરના પ્રતિબંધ હટાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

11 April, 2019 07:08 PM IST  |  ગુજરાત

PUBG પરના પ્રતિબંધ હટાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

પબજી (ફાઇલ ફોટો)

રાજ્યમાં પબજી પર પ્રતિબંધ બાદ હાઇ કોર્ટમાં પબજી પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે પબજી પરથી પ્રતિબંધ હટાવવામાં કોઈપણ પ્રકારનો જાહેરહિત નથી.

રાજ્યમાં પ્રતિબંધ મૂકાવાનું મુખ્ય કારણ એ હતું કે લોકોમાં અને ખાસ તો યુવાનોમાં પબજીની લત લાગી હોવાથી તેમના વ્યવહારમાં અસર પડી રહી છે. આ કારણ આપતાં જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી પર પ્રતિબંધ મૂકાયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પબજી પર પ્રતિબંધ બાદ 21 જેટલા લોકોની જુદાં જુદાં શહેરોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેથી જ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરતાં વકીલોએ દલીલ કરી કે CRPC-144નો ખોટી રીતે ઉપયોગ થયો છે. તેમજ પબજી રમવાથી કોઈ હિંસાત્મક વર્તન થતું નથી અને તેને સાબિતી પણ થઈ નથી. પબજી પર પ્રતિબંધથી ફ્રિડમ ઑફ ચૉઇસ અને સ્વતંત્રતા પર તરાપ છે.

આ પણ વાંચો : હૈદરાબાદઃPUBG રમવા ન મળતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

gujarat