હૈદરાબાદઃPUBG રમવા ન મળતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

હૈદરાબાદ | Apr 04, 2019, 08:51 IST

પરીક્ષા નજીક હોવાથી તેની મમ્મીએ સોમવારે તેને ખીજાઈને કહી દીધું કે હવે પરીક્ષા પૂરી નહીં થાય ત્યાં સુધી મોબાઇલ નહીં મળે. થોડાક કલાકો ગેમ રમવા ન મળતાં પેલો વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો

 હૈદરાબાદઃPUBG રમવા ન મળતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત
પબજીએ લીધો વધુ એક ભોગ

દસમા ધોરણમાં ભણતા હૈદરાબાદના એક વિદ્યાર્થીને ઑનલાઇન ગેમ PUBG રમવાની લત લાગી હતી. તેની પાસે પોતાનો અલાયદો મોબાઇલ તો નહોતો પણ મમ્મી-પપ્પાના મોબાઇલ પર તે આ ગેમ રમતો હતો. પરીક્ષા નજીક હોવાથી તેની મમ્મીએ સોમવારે તેને ખીજાઈને કહી દીધું કે હવે પરીક્ષા પૂરી નહીં થાય ત્યાં સુધી મોબાઇલ નહીં મળે. થોડાક કલાકો ગેમ રમવા ન મળતાં પેલો વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ટુવાલની મદદથી પંખા પર ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો. બીજી તરફ ખાસ્સો સમય દરવાજો ખટખટાવ્યા છતાં કોઈ જવાબ ન મળ્યો એટલે માએ પાડોશીઓને બોલાવીને દરવાજો તોડી નાખ્યો. એ વખતે દીકરો પંખે લટકતો હતો. તરત તેને હૉસ્પિટલ લઈ જવાયો, પણ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ 45 દિવસ PUBG રમવાને કારણે યુવકનું મોત ? જાણો શુ છે હકીકત

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK