Gujarat HC: કૉર્ટમાં ફોન રણક્યો તો ભરવો પડશે દંડ

03 December, 2021 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહીં આવનારા દરેકે કૉર્ટના ડેકોરમનું પાલન કરવાનું રહેશે. ત્યાર બાદ હવે ગુજરાત હાઇકૉર્ટે મોબાઇલ ફોનની ઘંટડી વાગવા પર તે માટે દંડ જાહેર કર્યો છે.

ગુજરાત હાઇ કૉર્ટ (ફાઇલ ફોટો)

ગુજરાત હાઇકૉર્ટ (Gujarat High Court)માં એક કેસની સુનાવણી દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિના મોબાઇલની ઘંટજી વાગી તો ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અહીં આવનારા દરેકે કૉર્ટના ડેકોરમનું પાલન કરવાનું રહેશે. ત્યાર બાદ હવે ગુજરાત હાઇકૉર્ટે મોબાઇલ ફોનની ઘંટડી વાગવા પર તે માટે દંડ જાહેર કર્યો છે.

આ દંડ આ પ્રકારનો છે કે પહેલીવાર ઘંટડી વાગી તો 100 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે. બીજીવાર વાગે તો 500 રૂપિયાનો દંડ અને ત્રીજીવાર વાગે તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં ત્રણેય ભૂલો પર સાંજે 5 વાગ્યે (જ્યાં સુધી કૉર્ટ બંધ ન થાય) ત્યાં સુધી મોબાઇલ ફોનને કૉર્ટમાં જમા કરાવવાનો રહેશે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રીના કૉર્ટમાં આ ઘટના થઈ હતી. હકીકતે, એક કેસમાં સુનાવણી દરમિયાન કૉર્ટ રૂમમાં હાજર થયેલા એક વૃદ્ધ અરજીકર્તાના ફોનની ઘંટડી વાગવા લાગી. જેના પછી કૉર્ટમાં વકીલ તરફથી દલીલ રજૂ કરવામાં આવી કે વૃદ્ધ કૉર્ટ કેસ દરમિયાન માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આ જ કારણ છે કે તે કૉર્ટમાં આવતા પહેલા પોતાનો ફોન સાઇલેન્ટ કરતા ભૂલી ગયા હતા. તે કૉર્ટમાં પોતાની લાપતા દીકરી માટે હેબિયસ કૉપર્સ ફાઇલ કરવા પહોંચ્યા હતા.

જો કે, જેવી મોબાઇલની ઘંટડી વાગી કે વૃદ્ધ કૉર્ટરૂમની બહાર નીકળી ગયા. ત્યાર બાદ આ અંગે ચીફ જસ્ટિસે પોતાની નારાજગી વ્યક્ત કરતા કૉર્ટના ડેકોરમનું પાલન કરવા કહ્યું. ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે કૉર્ટ રૂમના નૉટિસ બૉર્ડ પર વાંચ્યું નથી કે મોબાઇલ સ્વિચ ઑફ રાખવો. સાથે જ કૉર્ટે મોબાઇલની ઘંટડી વાગવા પર 100 રૂપિયા દંડનો આદેશ જાહેર કર્યો. કૉર્ટે પછી આ બાબતે રજિસ્ટ્રારને આદેશ આપ્યો કે તે આ માટે કડક નિયમ બનાવે જેથી બીજીવાર આવી ભૂલ ન થાય.

gujarat news gujarat