રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : ગુજરાત હાઈ કોર્ટનો આદેશ

24 July, 2021 09:40 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અદાલતે કહ્યું, રસીકરણ પર અને બાળકોનાં સ્વાસ્થ્ય પર ખાસ લક્ષ આપો, ઑૅ‌ક્સિજનના પ્લાન્ટ તૈયાર રાખો

વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાયા બાદ ગુજરાત હાઈ કોર્ટે સુઓમોટો અરજી પર ગઈ કાલે ચુકાદો આપ્યો હતો, જેમાં ગુજરાત હાઈ કોર્ટે રાજ્ય સરકારને રસીકરણથી લઈ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા સુધીના અનેક આદેશ આપ્યા છે. આ ઉપરાંત હાઈ કોર્ટે લોકોને પણ માસ્ક બાબતે ગંભીરતા દાખવવા અને રસી લેવા માટે જણાવ્યું હતું.

ગુજરાત હાઈ કોર્ટે જણાવ્યું કે આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો નથી.

હાઈ કોર્ટે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો માટે સરકાર ચિંતા કરે તેમ પણ જણાવ્યું હતું. અદાલતે તબીબી ટેસ્ટ પર રાજ્ય સરકાર ધ્યાન આપે એવું કહીને દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વૅક્સિન આપવાનો આદેશ પણ સરકારને આપ્યો હતો. આ સાથે કોર્ટે ગુજરાત સરકારને ત્રીજી લહેરમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવા માટે કહ્યું છે.

રસી અંગે જાગૃતિનો અભાવ હોવાનું હાઈ કોર્ટે અવલોકન કર્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ, રસીકરણ પર ભાર મૂકવા માટે રાજ્ય સરકારને જણાવ્યું છે. તેમ જ ઑક્સિજનના પ્લાન્ટ તૈયાર રાખવા સરકારને હાઈ કોર્ટે આદેશ કર્યો છે. ડૉક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેમ પણ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

હાઈ કોર્ટ દ્વારા દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વૅક્સિનની વ્યવસ્થા કરવા આદેશ અપાયો છે તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વૅક્સિનૅશનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું હાઈ કોર્ટ દ્વારા અવલોકન કરાયું છે. હાઈ કોર્ટે સૂચના આપી છે કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વૅક્સિનેશન પર ભાર આપે અને જાગૃતિ લાવે.

ઑક્સિજનની અછત ના વર્તાય તે માટે પ્લાન્ટ તૈયાર રાખવા રાજ્ય સરકારને હાઈ કોર્ટ દ્વારા આદેશ અપાયો છે. ડૉક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેવું પણ હાઈ કોર્ટે કહ્યું હતું.

પીએચસી-સીએચસીમાં જરૂરી તમામ સાધનો વસાવી તેને અદ્યતન બનાવવા કોર્ટે સૂચનો આપ્યાં હતાં. હાઈ કોર્ટે કહ્યું કે કોરોના જેવી મહામારીમાં ટેલી કન્સલ્ટિંગ એક મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તો તે અંગે વ્યવસ્થા કરવા સરકાર વિચારે.

coronavirus covid19 covid vaccine vaccination drive gujarat Vijay Rupani