ખેડૂતો માટે સારા સમાચારઃ સરકાર શિયાળુ અને ઉનાળુ બંને પાક માટે આપશે પાણી

08 November, 2019 10:32 AM IST  |  Ahmedabad

ખેડૂતો માટે સારા સમાચારઃ સરકાર શિયાળુ અને ઉનાળુ બંને પાક માટે આપશે પાણી

સરકાર પાકને આપશે પાણી..

સતત નિષ્ફળ જતા પાક અને સિઝન વચ્ચે સરકારે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. સરકારે ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ બંને પાક માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને પાક નિષ્ફળ જઈ રહ્યો છે. સાથે જ કમોસમી વરસાદે પણ એટલું જ નુકસાન કર્યું છે. જેના કારણે ખેડૂતોને રાહત આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

બુધવારે કેબિનેટની બેઠકમાં પાકને થયેલા નુકસાનને લઈને તેમજ તે માટે રાહત કઈ રીતે આપી શકાય તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. TOI સાથે સરકારના એક સૂત્રએ કરેલી વાત પ્રમાણે, "પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે શિયાળુ અને ઉનાળુ બંને પાક માટે પાણી આપવાનું નક્કી કર્યું છે જેથી ખેડૂતો તેમના નુકસાનમાંથી થોડા બહાર આવી શકે. આ વખતે સારો વરસાદ થયો હોવાના કારણે જળાશયોમાં પુરતું પાણી છે."

આ પણ જુઓઃ Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ

નિષ્ફળ થયેલા પાક ઉપર સરકારી અધિકારીએ કહ્યું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકને સૌથી વધુ નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનનો સર્વે કરવામાં થોડા દિવસો લાગશે. તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જે બાદ સરકાર વીમાની ચૂકવણી કરવાની જલ્દીથી શરૂઆત કરશે.

gujarat Vijay Rupani